HomeIndiaForgotten 58: Twenty years of Godhra, and here’s the first list with...

Forgotten 58: Twenty years of Godhra, and here’s the first list with names and details of those burnt alive inside train

Date:

ગોધરા નરસંહારનાં ૨૦ વર્ષ, અને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનની અંદર જીવતા સળગાવી દીધેલા ૫૮ લોકોનાં ભુલાવી દીધેલાં નામ.

–ગોપાલ ગોસ્વામી

૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨, સાબરમતી એક્સપ્રેસ ટ્રેન, ગોધરા કરુણાંતિકાની ૨૦મી વરસી થોડા દિવસો જ દૂર છે, જેમાં ૫૮ હિંદુ તીર્થયાત્રીઓને મુસલમાનનો દ્વારા ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. શું આપણે તે ઘટનાને, તે નરસંહારને ક્યારેય યાદ કરીએ છીએ ? હા ! આપણને ૨૦૦૨નાં ગુજરાતનાં તોફાનો યાદ છે,  હા ! આપણને ગુજરાતમાં મુસલમાનોની હત્યા યાદ છે; આપણને બેસ્ટ બેકરી યાદ છે, આપણને ગુલબર્ગ સોસાયટી યાદ છે અને હા, આપણને લગાતાર એક મુસ્લિમ ‘નરસંહાર’ની યાદ અપાવવામાં આવે છે જે ગુજરાતમાં ત્યારે થયો જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા ક્લિનચિટ આપવામાં આવ્યા બાદ પણ જ્યાં ડાબેરી મીડિયા, બુદ્ધિજીવી વર્ગ અને મુસ્લિમ કટ્ટરપંથી મોદીને આજે પણ દોષી માને છે, ત્યાં આ ઘટનાની એક જ બાજુ નવી પેઢી સમક્ષ છે. ગોધરા બાદ ગુજરાત હિંસામાં માર્યા ગયેલા ૧૦૪૪ લોકોમાંથી ૨૫૪ હિંદુઓ હતા આ તથ્ય હોવા છતાં મુસ્લિમ ‘પોગ્રોમ’ ની આ બધી મનઘડંત વાર્તા જ ફૂલેફાલે છે.

આજે, જ્યારે આપણે ૨૦૦૨ની હિંસાને જોઈએ છીએ, તો ગોધરા હત્યાકાંડ સ્વયંને કેવળ કોઈક સરકારી તપાસ એજન્સી અથવા કોર્ટની ફૂટનોટ સુધી જ સીમિત પામે છે, જ્યારે વાસ્તવમાં સાબરમતી ટ્રેનનો S-6  ડબ્બો જ આખા ગુજરાત તોફાનોનું ટ્રિગર પોઇન્ટ હતો. તેનાથી વિરુદ્ધ બિલ્કીસ બાનુ કાંડનો વ્યાપક પ્રચાર થયો, બેસ્ટ બેકરી અને ગુલબર્ગ સોસાયટીનો વ્યાપક પ્રચાર થયો, જે નિઃસંદેહ ભયાનક હતું, પરંતુ ટ્રેનમાં ૨૦ બાળકો અને ૨૭ હિંદુ મહિલાઓને જીવતા સળગાવી દેવા પર ચુપકીદી પણ એટલી જ ધૃણાસ્પદ હતી. આજે ૨૦ વર્ષ પછી મુદ્દો એ છે કે આપણને ગોધરામાં જીવતા સળગાવી દીધેલા ૫૮ લોકોની પરવા કેમ નથી ? આપણે તેમનામાંથી કોઈ એકનું પણ નામ નથી જાણતા, હિંદુ સમાજે તેમને એવી રીતે ભુલાવી દીધા છે જાણે તેઓ ક્યારેય હતા જ નહીં ? માહિતીના મહાસાગર ઇન્ટરનેટ પર તે પીડિતોથી જોડાયેલું એક પણ નામ નથી. કોઈપણ મીડિયા આઉટલેટે તેમનાં નામ શોધવાની અને તેને પ્રકાશિત કરવાની કોશિશ કેમ ન કરી ? હિંદુ સંગઠનો પાસે તેમનાં નામોની યાદી છે અને તે તેમના પરિવારની ચિંતા પણ કરે છે પરંતુ આજનો યુવા તેમાંથી કોઈનું નામ પણ નથી જાણતો કે ગુજરાતના તોફાનોનું કારણ આ ૫૮ લોકોની હત્યા હતી.

આ ઘટનાનું વિવરણ આ પ્રકારે છે કે ફેબ્રુઆરી ૨૦૦૨માં હજારો રામભક્ત ( કારસેવક ) શ્રી રામ જન્મભૂમિ પર આયોજિત પૂર્ણાહુતિ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે આખા દેશમાંથી એકત્રિત થયા હતા. ગુજરાતથી ગયેલા શ્રદ્ધાળુ સેંકડો અન્ય યાત્રીઓની સાથે ૨૫ ફેબ્રુઆરીએ અમદાવાદ માટે રવાના થનારી સાબરમતી એક્સપ્રેસમાં સવાર થયા. બે દિવસ બાદ ૨૭ ફેબ્રુઆરીએ સવારે ૭ વાગ્યે ને ૪૩ મિનિટે ટ્રેન ગોધરા પહોંચી. જેવી ટ્રેન સ્ટેશનેથી રવાના થઈ કે કોઈકે સંકટ સમયની સાંકળ ખેંચીને ટ્રેનને રોકી અને ટ્રેન મુસ્લિમ ઝુંપડપટ્ટી વસ્તી સિગ્નલ ફળિયામાં રોકાઈ ગઈ. જેમ ડ્રાઈવરે જણાવ્યું અને પાછળથી લોકોમોટિવના ઉપકરણ દ્વારા પણ એ વાતની પુષ્ટી કરવામાં આવી કે ટ્રેનને અંદરથી ઘણી બધી વાર સાંકળ ખેંચીને રોકવામાં આવી હતી.

જાણકારી અનુસાર ટ્રેન રોકાતાં જ લગભગ બે હજારની ભીડ જમા થઈ ગઈ. મુસ્લિમ ભીડે પથ્થરમારા બાદ રેલવેના ચાર ડબ્બામાં આગ લગાવી દીધી જેના કારણે કેટલાય યાત્રીઓ અંદર જ ફસાયેલા રહી ગયા. આગમાં ૨૭ હિંદુ મહિલાઓ અને ૧૦ બાળકો સહિત ૫૮ હિંદુઓનાં મૃત્યુ થઈ ગયાં અને અન્ય ૪૮ ઘાયલ થઈ ગયા. એક મુસલમાનનું પણ સળગીને મોત થયું, એવું માનવામાં આવે છે કે તેણે જ અંદર જઈને જ્વલનશીલ પદાર્થ નાખ્યો પરંતુ આગ લગાડ્યા પછી તે બહાર ના નીકળી શક્યો. ગુજરાત પોલીસના સહાયક મહાનિર્દેશક જે. મહાપાત્રાએ કહ્યું, “આક્રમણખોરોએ ટ્રેન ગોધરા પહોંચતા પહેલાં જ પેટ્રોલનાં પીપ વગેરે તૈયાર કરી રાખી દીધા હતાં.”

ત્યાર બાદ, રાજ્યના બે તૃતીયાંશ ભાગોમાં તોફાનો જોવા મળ્યાં. પરંતુ જ્યારે કોઈ આ ઘટનાના મીડિયા ચિત્રમને જુએ છે, તો એવું લાગે છે કે આપણે વિશ્વાસ થઈ ગયો છે કે રાજ્યવ્યાપી હિંસા હિંદુઓ દ્વારા એકતરફી અને કોઇ કારણ વિના થઇ હતી; અને બીજું પીડિત એકલા મુસલમાન હતા. આ બંને સુનિયોજિત જુઠાણાં છે. કારણકે ૨૦૦૨માં ગોધરાની આગના કારણે જ ગુજરાત સળગ્યું હતું. અને તથાકથિત નરસંહારના શિકાર લોકોમાંથી એક ચતુર્થાંશ હિંદુ હતા. છતાં પણ ડાબેરી મીડિયા ૨૦૦૨ને “મુસ્લિમ નરસંહાર”, “એથનિક ક્લીન્સિગ”,  “રાજ્ય પ્રેરિત આતંકવાદ”, “પોગ્રોમ” વગેરે રૂપમાં યાદ રાખવા ઈચ્છે છે.

સૌથી વધુ ચિંતાની વાત એ છે કે ટ્રેનની અંદર જીવતા સળગાવી દીધેલા લોકોની ઓળખ મીડિયા દ્વારા ક્યારેય સાર્વજનિક કેમ ન કરાઇ ? શું આવું એટલા માટે હતું કે તેના પછીનાં પરિણામને ‘મુસ્લિમ નરસંહાર’ના રૂપમાં ચિત્રિત કરવાનો એક નક્કર પ્રયાસ કરવામાં આવ્યો હતો ! અમે ટ્રેનમાં માર્યા ગયેલા ૪૧ લોકોનાં નામ એક સેવાભાવી હિંદુ સંગઠન પાસેથી પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છીએ. અમે અન્ય ૧૭ મૃતકોની ઓળખ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના S-6 , સાબરમતી એક્સપ્રેસના શિકાર નિમ્નલિખિત છે:
૧. નીલિમાબેન પ્રકાશભાઈ ચૌડાગર, રામોલ, અમદાવાદ
૨. જ્યોતિબેન ભરતભાઈ પંચાલ, મણીનગર, અમદાવાદ
૩. પ્રેમાબેન નારાયણભાઈ ડાભી, ગીતામંદિર, અમદાવાદ
૪. જીવીબેન પરમભાઈ ડાભી, ગીતામંદિર, અમદાવાદ
૫. દેવકલાબેન હરિપ્રસાદ જોશી, ચાંદલોડિયા, અમદાવાદ
૬. ઝવેરભાઈ જાદવભાઈ પ્રજાપતિ, વસ્ત્રાલ, અમદાવાદ
૭. મિતલબેન ભરતભાઈ પ્રજાપતિ, મણીનગર, અમદાવાદ
૮. નીતાબેન હર્ષદભાઈ પંચાલ, ન્યુ રાણીપ, અમદાવાદ
૯. હર્ષદભાઈ હરગોવિંદભાઈ પંચાલ, ન્યુ રાણીપ, અમદાવાદ
૧૦. પ્રતિક્ષાબેન હર્ષદભાઈ પંચાલ, ન્યુ રાણીપ, અમદાવાદ
૧૧. નીરૂબેન નવીનચંદ્ર બ્રહ્મભટ્ટ, સંકેત સોસાયટી, વડનગર
૧૨. છાયાબેન હર્ષદભાઈ પંચાલ, ન્યુ રાણીપ, અમદાવાદ
૧૩. ચિરાગભાઈ ઈશ્વરભાઈ પટેલ, વાઘોડિયા, વડોદરા
૧૪. સુધાબેન ગીરીશચંદ્ર રાવલ, ચાંદલોડિયા, અમદાવાદ
૧૫. માલાબેન શરદભાઈ મ્હાત્રે, આંબાવાડી, અમદાવાદ
૧૬. અરવિંદાબેન કાંતિલાલ શુકલ, રામોલ, અમદાવાદ
૧૭. ઉમાકાંત ગોવિંદભાઈ મકવાણા, નવા નરોડા, અમદાવાદ
૧૮. સદાશિવ વિઠ્ઠલભાઈ જાદવ, સુરેલીયા એસ્ટેટ રોડ, અમદાવાદ
૧૯. મણીબેન ડાહ્યાભાઈ દવે, નવા નરોડા, અમદાવાદ
૨૦. જેસલકુમાર મનસુખભાઈ સોની, વસ્ત્રાલ, અમદાવાદ
૨૧. મનસુખભાઈ કાનજીભાઈ સોની, વસ્ત્રાલ, અમદાવાદ
૨૨. રતીબેન શિવપતિ પ્રસાદ, નગર નિગમ ક્વાર્ટર, વિજય મીલ, નરોડા, અમદાવાદ
૨૩. જમનાપ્રસાદ રામાશ્રય તિવારી, નગર નિગમ ક્વાર્ટર, વિજય મીલ, નરોડા, અમદાવાદ
૨૪. સતીશ રમણલાલ વ્યાસ, ઓઢવ, અમદાવાદ
૨૫. શાંતાબેન જશભાઈ પટેલ, રુણ, આણંદ
૨૬. ઇન્દિરાબેન બંસીભાઈ પટેલ, રુણ, આણંદ
૨૭. રાજેશભાઈ સરદારજી વાઘેલા, ખોખરા, અમદાવાદ
૨૮. શીલાબેન મફતભાઈ પટેલ, રુણ આણંદ
૨૯. મંજુલાબેન કીર્તિભાઈ પટેલ, રુણ, આણંદ
૩૦. ચંપાબેન મનુભાઈ પટેલ, રુણ, આણંદ
૩૧. દિવાળીબેન રાવજીભાઈ પટેલ, માતર, ખેડા
૩૨. લલીતાબેન કરણસીભાઇ પટેલ, કડી, મહેસાણા
૩૩. મંગુબેન હીરજીભાઈ પટેલ, કડી, મહેસાણા
૩૪. પ્રહલાદભાઈ જયંતભાઈ પટેલ, અંબિકા ટાઉનશિપ, પાટણ
૩૫. ભીમજીભાઇ કરસનભાઈ પટેલ, ખેડબ્રહ્મા, સાબરકાંઠા
૩૬. લખુભાઇ હીરાજીભાઈ પટેલ, કુભાધારોલ કંપા, વડાલી, સાબરકાંઠા
૩૭. વિઠ્ઠલભાઈ પુરુષોત્તમભાઈ પટેલ, ડુંગરજીની ચાલી, ખોખરા, અમદાવાદ
૩૮. શૈલેષ રણછોડભાઈ પંચાલ, સંકલ્પ પાર્ક સોસાયટી, સુરેન્દ્રનગર
૩૯. અમૃતભાઈ જોઈતારામ પટેલ, ગમનપુરા, મહેસાણા
૪૦. નરેન્દ્ર નારાયણભાઈ પટેલ, વનપરડી, માંડલ, અમદાવાદ
૪૧. રમણભાઈ ગંગારામભાઈ પટેલ, નુગર, મહેસાણા

આજે જ્યારે આપણે ગોધરા કરુણાંતિકાની ૨૦મી વરસીની નજીક છીએ, તો આપણે કમસેકમ ૨૦૦૨ ગુજરાત તોફાનો, તેની પૃષ્ઠભૂમિ અને ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડ તથા તેના પછી થયેલાં તોફાનોમાં માર્યા ગયેલા ૨૫૪ હિંદુઓ વિશે પણ અભિલેખાગારો, ઇન્ટરનેટ પર જાણકારી વ્યવસ્થિત કરવાની આવશ્યકતા છે. આપણે જીવતાં સળગાવી દીધેલી મહિલાઓ અને બાળકોની વાતને સાચી રીતે પ્રસ્તુત કરવાની આવશ્યકતા છે; એક સમુદાય (મુસલમાન)ને વિક્ટીમ સિદ્ધ કરવા માટે હિંદુઓની હત્યાઓને શેતરંજી નીચે છુપાવી દેવી એ ક્યાંની પત્રકારિતા અને નિષ્પક્ષતા છે ? ગોધરામાં માર્યા ગયેલા ૫૮ લોકોનાં નામ સાર્વજનિક કરી તેમની સ્મૃતિમાં ગોધરા અને અયોધ્યામાં સ્મારક બનાવી એક નવી શરૂઆત કરી શકાય છે, આ જ તે આત્માઓને સાચી શ્રદ્ધાંજલિ હશે.
ગોપાલ ગોસ્વામી
લેખક, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, સુરતના રિસર્ચ સ્કોલર છે.

SHARE
Yuvraj Pokharna
Yuvraj Pokharna
Yuvraj Pokharna is an independent journalist and columnist who vociferously voices his opinion on Hindutva, Islamic Jihad, Politics and Policy. He tweets at @pokharnaprince.

Related stories

Latest stories