Firing On Women in Surat-મહિલા પર 15 દિવસ પહેલાં ફાયરિંગ થયું હતું, ડોક્ટરે 3 ગોળી કાઢી હતી, હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે-India News Gujarat
- Firing on Women In Surat: મહારાષ્ટ્રમાં પરણેલા નંદાબેન મોરે ત્રણ ચાર વર્ષથી પતિથી અલગ માનદરવાજા ટેનામેન્ટ ખાતે રહે છે અને છૂટાછેડાનો કેસ પણ ચાલે છે.
- પતિ આર્મીમેન હેવાથી તેણે અથવા તેના સાગરિતોએ ફાયરિંગ (Firing) કર્યું હોવાના આક્ષેપ કરાયા છે.
- શનિવારે સુરત (Surat) ના માનદરવાજા ટેનામેન્ટ ખાતે થયેલી આર્મીમેનની પત્ની પર ફાયરિંગ (firing) ની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
- આ મહિલા (woman) પર 15 દિવસ પહેલા પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.
- એક ગોળી (bullet) તેના ડાબા પડખા પર, જ્યારે બે ગોળી ડાબા હાથ પર વાગી હતી.
- પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ડોક્ટર (doctor) અને મહિલાને તેના શરીરમાં વધુ એક ગોળી હોવાની કોઈ જાણકારી જ ન હતી.
ક્યા બની હતી ઘટના અને કઈ રીતે થઈ? India News Gujarat
- માન દરવાજા ટેનામેન્ટ પાસે આર્મીમેનની પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ગોળીબારની (Firing) ઘટના બની હતી.
- મહારાષ્ટ્રમાં પરણેલા નંદાબેન મોરે ત્રણ ચાર વર્ષથી પતિથી અલગ માનદરવાજા ટેનામેન્ટ ખાતે રહેતા હતાં.
- તેમનો પતિ સાથે છૂટાછેડાનો કેસ પણ ચાલે છે.
- દરમિયાન શનિવારે સાંજના સમયે નંદાબેન ઘરની પાસે હતાં ત્યારે ત્રણથી ચાર ઇસમ બે બાઇક લઇને આવ્યા હતા. તેઓએ અચાનક જ નંદાબેન ઉપર ફાયરિંગ કર્યું હતું.
- ત્રણ રાઉન્ડ ફાયરિંગ (Firing) કરવાની ઘટનામાં નંદાબેનને હાથ અને પગમાં ઇજા થઇ હતી અને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
- હાલ મહિલાની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. સાથે જ પોલીસના જણાવ્યા પ્રમાણે નંદાબેન અને વિનોદભાઇની વચ્ચે પારિવારીક ઝઘડામાં આ ફાયરિંગ થયું હોવાની શક્યતા છે.
વિનોદભાઇ પોતે ફાયરિંગ(Firing) કર્યું કે કરાવ્યું ? India News Gujarat
- વિનોદભાઇ પોતે આર્મીમેન છે અને તેઓએ ફાયરિંગ કર્યું હોઇ શકે અથવા તો પોતાના સાગરિતો પાસે ફાયરિંગ(Firing) કરાવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
- હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન આ મહિલાનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે પહેલાથી જ તેના શરીરમાં ગોળી હોવાનું બહાર આવ્યું હતું.
15 દિવસ પહેલા મહિલા ને શું થયું હતું? India News Gujarat
- આ મહિલાએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા તેઓ બમરોલી રોડ ખાતે હતા ત્યારે તેમને કંઇક વાગ્યું હતું.
- ત્યારે તેમને લાગ્યું હતું કે કોઇ ટાયર ફાટ્યું હશે અને પથ્થર સાથળના ભાગમાં ઘૂસી ગયો હશે એટલે તેમણે સ્થાનિક ડોક્ટર પાસે ટાંકા લઇ લીધા હતાં.
- જો કે, ત્યારબાદ તેમને કોઇ દુ:ખાવો નહીં થતા બધુ સામાન્ય હોય તેમ લાગ્યું હતું પરંતુ જ્યારે તેનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે આ ખુલાસો થયો હતો.
તમે પણ આ વાંચી શકો છો –
3 Round Firing : આર્મીમેનની પત્ની પર ત્રણ રાઉન્ડ Firing -India News Gujarat
તમે પણ આ વાંચી શકો છો –
પતિએ પત્ની ઉપર બાળકોની સામે કર્યું Firing. Husband Fire on Wife -India news gujarat