Marrige જ કેમ આખરે સ્ત્રીઓનો આખરી પડાવ માનવામાં આવે છે?
તારે શું કામ છે ભણીને તારે તો છેવટે રોટલા જ શેકવાના છે ને આ વાત તમે બધાએ ઘણીવાર સાંભળી હશે. ત્યારે આ જ પ્રકારની માનસિકતાને કારણે સ્ત્રીઓના ભણતર અને કરિયર પર મોટાભાગે રોક લાગી જતી હોય છે કારણકે Marrige એક માત્ર ઉદ્દેશ રહી જતો હોય છે. જો કે મોટા શહેરોમાં આવા બનાવો હવે સ્ત્રીઓની સમજ અને કરિયરના સ્વપનને નવી પાંખો આપવાના કારણે ઓછા જોવા મળે છે પણ ગામડાઓમાં હજી પણ આ પ્રકારની માન્યતા સ્ત્રીઓને યોગ્ય રીતે વિકાસશીલ નથી થવા દેતી. Marrige
ઈશ્વર પણ પ્રણામ કરે છે સ્ત્રીઓને
શિવ પણ સંપુર્ણ ત્યારે છે જ્યારે તેમની સાથે નામ પાર્વતીનું જોડાયેલું છે. એટલે જ કહેવાય છે કે શિવ અને શક્તિનું મિલન એટલે જ સંસારની સાચી શરૂઆત. પણ કમનસીબે વર્ષો વર્ષો સુધી સ્ત્રીઓને અસ્વતંત્ર સમાજ ગણતો આવ્યો છે અને સ્ત્રીઓને ભાગે મોટાભાગે સંઘર્ષ જ આવ્યો છે. Marrige
સ્ત્રીનું સાચું યોગદાન
એક સ્ત્રી બાળકને જન્મ આપે છે અને ત્યારબાદ દરેક બાળક આમ તો સ્ત્રીની સાચવણીથી જ સમાજમાં સર્વાઈવ કરી શક્યો હોય છે જેમ કે તે માતાના ધાવણ સાથે પોતાને શક્તિ અર્પિત કરે છે ત્યારબાદ સમયાંતરે તેને માતા, શિક્ષક, બહેન, મિત્ર તથા અર્ધાંગિની જ તેને જીવનનો સાચો પથ દર્શાવે છે અને પરિણામેે એ બાળક સમાજમાં પગભર બની એક સારો વ્યક્તિ બની શકે છે.
છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ
છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપતા પ્રધાનમંત્રી મોદીએ હિમાચલના મંડીમાં એક મોટું નિવેદન આપ્યું છે. તાજેતરમાં સરકારે છોકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરવા માટે લોકસભામાં બીલ રજૂ કર્યું છે. મંડી જિલ્લામાં રૂ. 11,000 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવાના કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકારે નક્કી કર્યું છે કે છોકરીઓના લગ્નની ઉંમર છોકરીઓ જેટલી જ હોવી જોઈએ. 21 વર્ષની ઉંમરે લગ્નની ઉંમર છોકરીઓને અભ્યાસ ચાલુ રાખવાની અને કારકિર્દી બનાવવાની તક પણ આપશે.
તમે આ પણ વાંચી શકો છો