False Complain: સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજીસમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે આ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ખાસ સ્કવોડની રચના કરવામાં આવી છે. જોકે, સ્કવોડ દ્વારા વિદ્યાર્થીનીને તપાસ કરવામાં લાજશરમ નેવે મૂકી દેવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા. ત્યાર બાદ તપાસ કરાતા આવી કોઈ ઘટના બની નહીં હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થિનીને મહિલા સ્કવોડ દ્વારા ટી શર્ટ ઊંચા કરવા કહેવાયું હોવાના ગંભીર આક્ષેપ થયા હોવાથી કુલપતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.
વીર નર્મદ યુનિ.ની કોલેજની પરીક્ષામાં વિવાદ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજીસમાં ચાલતી પરીક્ષામાં પ્રથમ વખત અલગથી મહિલા સ્કવોડની ખાસ રચના કરવામાં આવી છે. જેમાં મહિલા પ્રોફેસરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજની 3 મહિલા પ્રોફેસરને સમાવિષ્ટ કરાઈ છે. મહિલા સ્કવોડની ટીમે પરીક્ષામાં ચેકિંગ માટે કામરેજ અને ભરૂચની કોલેજમાં તપાસ કરી હતી. જેમાં એક વર્ગખંડમાં ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થિનીને ટી-શર્ટ ઉપર કરવા જણાવ્યું હોવાના આક્ષેપ થયા હતા. કથિત રીતે મહિલા પ્રોફેસરની વાતથી સમગ્ર વર્ગખંડની વચ્ચે આ રીતે ચેકિંગ કરાતા વિદ્યાર્થિની ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.
False Complain: કુલપતિએ આપ્યો હતો તપાસનો આદેશ
ઘટનાની જાણકારી મળતા કુલપતિ દ્વારા સમગ્ર ઘટનાના તપાસના આદેશકરાયા હતા અને કોલેજના પરીક્ષા ખંડમાં લગાવેલા CCTV તપાસવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. CCTV તપાસ્યા બાદ કુલપતિ કે. એન ચાવડા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે જે આક્ષેપો કરાયા છે એવી કોઈ ઘટના બનીજ નથી અને ખોટા ઉપજાવી કાઢેલા આરોપો લગાવાયા છે. કુલપતિ એ કહ્યું કે કોઈક ત્રાહિત વ્યક્તિ દ્વારા બહાર થી મીડિયાને ફોન કરીને આ પ્રકારની જાણકારી આપાઈ હતી. અને સ્કવોડ દ્વારા તપાસ કરવા આવતા અટકાવવા માટે આ પ્રકારે આરોપો લગાવાયા છે.
વિદ્યાર્થીએ વાત ઉપજાવી નાખી હશે તેના વિરુદ્ધ પગલાં લેવાશે
કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ કહ્યું કે, મહિલા સ્કવોડના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીઓના ચેકિંગ કરાયા હતાં. અમને મૌખિક ફરિયાદ મળી હતી.પરંતુ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. જે કોલેજના વર્ગખંડમાં મહિલા સ્કવોડ દ્વારા અયોગ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ હતા એ વર્ગખડમાં તપાસ કરતાં CCTV માં આવી કોઈ ઘટના બની હોવાના પુરાવા મળ્યા નથી. જે કોઈ પણ વ્યક્તિ દ્વારા આ હરકત કરાય છે એની વિરુદ્ધ આવનારા સામે માં પગલાં ભરાશે.
તમે આ પણ વાંચી સકો છો :
Umesh Patel: અપક્ષ ઉમેદવારી કરી રહેલા ઉમેદવારનો અનોખો પ્રચાર
તમે આ પણ વાંચી સકો છો :