Fake ASI Caught : પોલીસ બનવાનું સ્વપ્ન સેવનાર બન્યો આરોપી ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી.
વધુ એક નકલી અધિકારી ઝડપાયો
જૂનાગઢ માંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. વેરાવળના મંડોર ગામનો યુવરાજ જાદવ નામનો કોલેજનો યુવાન પોલીસ બનવાના સ્વપ્નની વચ્ચે પોલીસ યુનિફોર્મમાં નકલી ASI બનીને ફરતા યુવકને પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શખ્સ પોલીસની વર્દીમાં આટાફેરા મારે છે
જુનાગઢના સી ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાથી પોલીસ ડિપાર્ટમેન્ટમા ન હોવા છતા પોલીસ ડિપાર્ટમેન્ટનો યુનીફોર્મ પહેરેલ નકલી એ.એસ.આઇ.ઝડપાયો હતો .સી ડીવીજન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી મળેલ કે જુનાગઢ ગાંધીગ્રામ, સિધ્ધી વિનાયહ હોસ્ટેલ પાસે એક શખ્સ પોલીસની વર્દીમાં આટાફેરા મારે છે અને પોલીસ ખાતામાં કોઈ પણ નૌકરી કરતા નથી આવી હકિકત આધારે યુવરાજ રામશી જાદવ નામનો શખ્સ કોઇપણ પ્રકારના પોલીસ રાજયસેવક તરીકે હોદો ધરાવતા ના હોય તેમ છતા ખોટી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ.એસ.આઇ.ના હોદા ઉપર હોવાનો દેખાવ કરવા યુનિફોર્મ સિવડાવી પહેરી એ.એસ.આઇ. તરીકેનું ખોટું નામ ધારણ કરી ગુન્હો કરતા સી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
Fake ASI Caught : 20 વર્ષનો કોલેજીયન યુવાન આજે આરોપી બની ચૂક્યો છે
પોલીસ પકડમાં રહેલો નકલી ASI યુવરાજ જાદવ પોલીસ બનાવવાના સપના જોતો હતો. યુવરાજે સ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક પીજીમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો. થોડા સમય પૂર્વે જ યુવરાજ જાદવે વન વિભાગમાં પરીક્ષા આપી છે જેનું પરિણામ હજુ સુધી આવ્યું નથી ત્યારે પોલીસ બનવાના સપના જોતો 20 વર્ષનો કોલેજીયન યુવાન આજે આરોપી બની ચૂક્યો છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Pappu Yadav In Darbhanga : પપ્પુ યાદવ પહોંચ્યા દરભંગા, પપ્પુ યાદવે આરજેડી પર નિશાન સાધ્યું