Ek Kartavya Group: સમાજ સેવા અને જન સેવા એજ પ્રભુ સેવા જેવા વાક્યોને સાર્થક કરતું સુરતનું “એક કર્તવ્ય ગ્રુપ” દ્વારા સચિન વિસ્તારનાં જરૂરિયાતમંદ બાળકોને કપડાં તેમજ પોષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ “એક કર્તવ્ય ગ્રુપ”
સમાજ સેવા, જનસેવા થકી જરૂરતમંદ લોકોને કપડાં અને આહાર પૂરો પાંડવો એ એક ખુબજ પુણ્યનું કામ હોય છે ત્યારે સુરતના યુવાનો દ્વારા ચલાવવામાં આવતું “એક કર્તવ્ય ગ્રુપ” દ્વારા સુરતની જૂદી જૂદી જગ્યાએ રહેતા શ્રમ જીવી પરિવારના બાળકોને દર રવિવાર પોતના ખર્ચે કપડાં દૂધ ફળ નાસ્તો વગેરે પોષ્ટિક આહારનું વિતરણ પાછલા 2 વર્ષ થી કરવામાં આવે છે. આ કાર્ય પોતાનું કર્તવ્ય સમજીને 4 યુવાન લોગો દ્વારા શરૂ કરવામાં આવેલું આ કામમાં આજે 80 થી 100 લોકોનું ગ્રુપ બની ગયું છે અને સુરતનાં ખૂણે ખૂણે રહેતા ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોની નિસ્વાર્થ પણે સેવા કરવાનું ભગીરથ કાર્ય કરવાનું બીડું ઉઠયું છે.
Ek Kartavya Group: બે વર્ષથી દર રવિવારે યુવાનો કરેછે સેવા પ્રવૃતિ
એક કર્તવ્ય ગ્રુપ દ્વારા ગત રોજ સચિન GIDC પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ સચિન નવસારી રોડ પર આવેલ તુલસી હોટલની સામે ખુલ્લા મેદાનમાં રહેતા શ્રમ જીવી પરિવારના બાળકોને કપડા તેમજ નોટ બુક અને દૂધ થતાં પોષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ એક કર્તવ્ય ગ્રુપનાં સભ્યો દ્વારા જાણવામાં આવ્યું હતું કે વહેલીતકે શ્રમજીવી પરિવારના નિવાશ વાળા વિસ્તારોમાં ગ્રુપના મેમ્બરો દ્વારા પ્રાથમિક શિક્ષણ મળે તે માટે ફ્રી માં ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવશે. જેથી શ્રમ જીવી પરિવારના બાળકોને સારું શિક્ષણ મળી રહે એવા પ્રયાસો કરવામાં આવશે.
કોઈપણ જાતના ડોનેશન વગર કરાતી સેવા પ્રવૃતિ
સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા એક કર્તવ્ય ગ્રુપ વી વિશેષતા જોઈએતો ગ્રુપ દ્વારા કોઈ જાતનું ડોનેશન લેવાતું નથી અને આ જે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. એ તમામ ખર્ચ મેમ્બરો દ્વારા મળીને ઉઠવામાં આવે છે. તેમજ કોઈ પણ રાજકીય પક્ષ કે અન્ય કોઇ સંસ્થા સાથે જોડાયેલું નથી. આ ગ્રુપ ફક્ત ને ફક્ત સેવાકીય પ્રવૃતિઓ કરવા માટે જ છે. એક કર્તવ્ય ગ્રુપનાં સભ્ય દ્વારા જણાવાયું હતું.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: