HomeIndiaDRUGS CASE :NCBની મોટી કાર્યવાહીઃ મુંબઈ એરપોર્ટ પરથી 24 કરોડનું હેરોઈન ઝડપાયું,...

DRUGS CASE :NCBની મોટી કાર્યવાહીઃ મુંબઈ એરપોર્ટ પરથી 24 કરોડનું હેરોઈન ઝડપાયું, દક્ષિણ આફ્રિકાના નાગરિકની ધરપકડ

Date:

DRUGS CASE :NCBની મોટી કાર્યવાહીઃ મુંબઈ એરપોર્ટ પરથી 24 કરોડનું હેરોઈન ઝડપાયું, દક્ષિણ આફ્રિકાના નાગરિકની ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાના નાગરિકની ધરપકડ કરી છે અને તેની પાસેથી 3.98 કિલો હેરોઈન જપ્ત કર્યું છે.
જપ્ત કરાયેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 24 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. NCB અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે NCB મુંબઈ ઝોનની ટીમે બાતમીદારની સૂચના પર મંગળવારે આ કાર્યવાહી કરી હતી. પકડાયેલ વ્યક્તિ જોહાનિસબર્ગથી આવ્યો હતો. તે લાલ રંગની ટ્રોલી બેગમાં હેરોઈન લાવ્યો હતો.

હેરોઈનના ચાર પેકેટ મળી આવ્યા

ટ્રોલી બેગની તપાસ દરમિયાન બેગમાંથી હેરોઈનના ચાર પેકેટ મળી આવ્યા હતા. આને બેગમાં બનાવેલા ખાસ શેલમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે 2021માં પણ NCBએ દક્ષિણ આફ્રિકાથી આવેલી એક મહિલા પાસેથી 3.9 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. મુંબઈ એરપોર્ટ પરથી જ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

મહિલા મુસાફરને અમદાવાદથી રૂ. 42 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડી 

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મંગળવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર ઝિમ્બાબ્વેની એક મહિલા મુસાફરને રૂ. 42 કરોડની કિંમતના 5.968 કિલોગ્રામ હેરોઈન ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી. ડીઆરઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી મહિલા અબુધાબીથી આવ્યા બાદ તેને અમદાવાદના એરપોર્ટ પરિસરમાં પકડી લેવામાં આવી હતી.

28 લાખની કિંમતનું ડ્રગ્સ પકડાયું 

જૂનાગઢ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં રામદેવપરા નજીક આવેલી કસ્તુરબા સોસાયટીમાં કેટલાક ઇસમો દ્વારા નશીલા પદાર્થની હેરાફેરી કરવામાં આવનાર છે તેવી પૂર્વ અને ચોક્કસ બાતમી મળતા પોલીસે કસ્તુરબા સોસાયટીના રહેણાંક મકાનમાંથી હરેશ વદર નામના ઈસમને મેફ્રેડોન નામના ડ્રગ્સ સાથે આરોપીને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી ધરી છે. યુવાન પાસેથી પકડાયેલા મેફ્રેડોનની બજાર કિંમત 28 લાખની આસપાસ થવા જાય છે.

આરોપી પાસેથી પકડાયેલો પદાર્થ એફએસએલે મેફેડ્રોન

જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ આરોપી હરેશ વદર પાસેથી મળેલો પદાર્થ નશીલો છે કે નહીં તેને લઈને એફ.એસ.એલ.ના અધિકારીઓને વૈજ્ઞાનિક પૃથક્કરણ  માટે આ પદાર્થ મોકલ્યો હતો. જેનું તાકીદે પરીક્ષણ પૂર્ણ થતા આરોપી યુવક હરેશ વદર પાસેથી પકડાયેલા 233 ગ્રામ નશીલો મેફ્રેડોન નામનો પદાર્થ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હરેશ વદર નામના આરોપીની  અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહીહાથ ધરી છે.

 

આ પણ વાંચી શકો :PM GARIB KALYAN  અન્ન યોજના વધુ છ મહિના માટે લંબાવવામાં આવી

આ પણ વાંચી શકો :Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે

SHARE

Related stories

Latest stories