તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અત્યારે ચૂંટણી પ્રચારનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે બીઆરએસ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. KCRએ મુસ્લિમો માટે IT પાર્ક ખોલવાની જાહેરાત કરી છે. જેના પર કર્ણાટકના ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે વાંધો વ્યક્ત કર્યો છે.
જાતિ અને ભેદભાવના આધારે આ શક્ય નથી
આ પ્રકારની નીતિ વિશે ક્યારેય સાંભળ્યું નથી
કેસીઆર પોતાની જાતને નબળી બનાવી
તેમણે કહ્યું કે મેં આખા દેશમાં આ પ્રકારની નીતિ વિશે ક્યારેય સાંભળ્યું નથી. આ કેવી રીતે શક્ય છે. તેમણે કહ્યું કે તમે યુવાનો અને મહિલાઓ માટે તે કરી શકો છો. પરંતુ તમે જાતિ અને ભેદભાવના આધારે આ કરી શકતા નથી. શિવ કુમારે કહ્યું કે આવું કહીને તેણે (કેસીઆર) પોતાની જાતને નબળી કરી દીધી છે. આ પહેલા તેલંગાણામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ પણ કેસીઆરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગયા મહિને કેસીઆર તેમને મળ્યા હતા અને એનડીએમાં જોડાવાની વાત કરી હતી. જેને ભાજપે ફગાવી દીધો હતો.
ભાજપની વધતી તાકાતનો અહેસાસ
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે કેસીઆરને બીજેપીની વધતી તાકાતનો ઘણા સમય પહેલા જ ખ્યાલ આવી ગયો હતો. તેઓ લાંબા સમયથી ભાજપ સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ માટે તેઓ દિલ્હી પણ આવ્યા છે અને મને મળ્યા છે. પરંતુ ભાજપ ક્યારેય લોકોની ઈચ્છાનો વિરોધ કરીને કામ કરી શકે નહીં. તેમણે કહ્યું કે તેમના દ્વારા લંબાવાયેલ મિત્રતાનો હાથ નકાર્યા બાદ બીઆરએસ ખૂબ જ નારાજ છે. પીએમ મોદીના જણાવ્યા અનુસાર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 48 સીટો પર ભાજપની જીતને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે, તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેના પરિણામ પણ બાકીના 4 રાજ્યો છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સાથે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.