HomeGujaratDiamond Industry મશીનરી સીલ મુદ્દે 200 જેટલા કારખાનામાં સર્વે બાદ યોજાઈ અગત્યની...

Diamond Industry મશીનરી સીલ મુદ્દે 200 જેટલા કારખાનામાં સર્વે બાદ યોજાઈ અગત્યની મિટિંગ-India News Gujarat

Date:

Diamond Industry ના અગ્રણીઓ અને કારખાનેદારોની મળેલી મિટિંગમાં કાનૂની રાહે લડત આપવાનું નક્કી કરવામાં આવ્યુ

Diamond Industry માં વિદેશની ડાયમંડ મશીનરી કંપની દ્વારા એસેમ્બલ સોફટવેર મામલે સુરત શહેરની 200થી વધુ ડાયમંડ ફેક્ટરીઓમાં મશીનરી સીલ કરવા અંગે નોટીસો ફટકારીને કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે સુરત Diamond એસોસીએશનના અગ્રણીઓ અને કારખાનેદારોની એક મિટીંગ મળી હતી જેમાં કાનૂની રાહે લડત આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

સુરત Diamond એસોસિએશનના મંત્રી દામજી માવાણીના જણાવ્યા અનુસાર હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી નું વાતાવરણ છે અને રશિયા તેમજ યુક્રેનના યુધ્ધને કારણે મામલો વધારે ખરાબ થયો છે. આવા સમયે હીરા ફેક્ટરી પર કાર્યવાહી કરવામાં આવે તો ફેકટરીને નુકસાન છે સાથો સાથ રત્નકલાકારો પાસેથી પણ કામ છીનવાઈ જાય તેવી શક્યતા છે. જેથી સોમવારના રોજ સુરત ડાયમંડ એસોસિએશન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે ફેક્ટરીઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યા છે અથવા સર્વે હાથ ધરવામાં આવનાર છે તેમના માલિક સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આ પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળાશે તે સંદર્ભે આયોજન કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.-India News Gujarat

મશીનરીની સિલ નહિ ખોલવામાં આવે તો હજારો રત્નકલાકારો બેકાર બનવાની ભીતિ

જે બેઠકમાં કઈ રીતે મશીનરી છોડાવી શકાય તે અંગે રણનીતિ ઘડવામાં આવી હતી. જો મશીનરીની સિલ નહિ ખોલવામાં આવે તો હજારો રત્નકલાકારો બેકાર બનવાની ભીતિ સેવાઈ રહી છે. આ અગાઉ ડાયમંડ એસોસિએશને કહ્યું હતું કે, હાલ હીરા માર્કેટની પરિસ્થિતી અત્યંત જ ખરાબ છે, ત્યારે મંદીના માર વચ્ચે મશીનરી સિલ થઈ જવાને કારણે કામ બંધ થતાં રોજગારી પર ખુબ મોટી અસર પડશે. એટલા માટે ડાયમંડ અસોસિએશન તમામ 200 કંપનીને એક જ મંચ પર લાવી મધ્યસ્થી કરી વચલો રસ્તો કાઢવામાં આવશે.-India News Gujarat

Diamond Industryને ભારે આર્થિક નુકશાન વેઠવું પડી શકે છે 

કોપો રાઈટના કેસનો ભોગ બનનાર નાની મોટી કંપનીઓના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળ્યા બાદ સંભવતઃ ડાયમંડ એસોસિયેશન દ્વારા આ સમસ્યા સનરભે સરકાર સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવશે. આમ એક તરફ મંદી અને બીજી તરફ આ પ્રકારની કાર્યવાહીને પગલે હજારો રત્નકલાકારો બેરોજગાર બને તેવી આશંકા સાથે હીરા ઉદ્યોગને ભારે આર્થિક નુકશાન વેઠવું પડી શકે તેમ છે.

એક બાજુ હીરાના કારખાનાઓમાં કામ ઓછું છે બીજી બાજુ મશીનરી બનાવતી કંપનીએ કોપીરાઈટનો કેસ કરીને 200 હીરા પેઢીઓમાં કાર્યરત મશીનરીઓને સીલ કરાવી દીધી છે.જેને લઈને સિલ થયેલા મશીનરીના માલિકોની બેઠક યોજવામાં આવી હતી. સુરત ડાયમંડ અસોશિયન ખાતે આ બેઠક યોજવામાં આવી હતી.-India News Gujarat

SHARE

Related stories

Latest stories