HomeIndiaIPL2022- દિલ્હી કેપિટલ્સ દિગ્ગજ ખેલાડી શરૂઆતની મેચોમાં ના રમે -India News Gujarat

IPL2022- દિલ્હી કેપિટલ્સ દિગ્ગજ ખેલાડી શરૂઆતની મેચોમાં ના રમે -India News Gujarat

Date:

IPL 2022- લીગ શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સની મુશ્કેલી વધી-India News Gujarat

  • IPL 2022 માં દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals) 27 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians) સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.
  • આ પહેલા ફ્રેન્ચાઈઝી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
  • (IPL 2022) ની 15મી સિઝનને હવે ગણતરીના દિવસો બાકી છે.
  • તમામ ટીમો એકબીજા સામે ટક્કર લેવા માટે સખત મહેનત કરી રહી છે.
  • IPL 2022 સિઝનની શરૂઆત 26 માર્ચથી શરૂ થઇ રહી છે

દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals) માટે શું છે ખરાબ સમાચાર?

  • જોકે લીગ શરૂ થતા પહેલા દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે.
  • ટીમના અનુભવી ઝડપી બોલર એનરિક નોર્ટજે (Anrich Nortje) નું શરૂઆતની મેચોમાં રમવાનું અનિશ્ચિત છે.
  • એનરિક નોર્ટજે મુંબઈ પહોંચી ગયો છે અને તે ટીમ સાથે જોડાઈ ગયો છે.
  • પરંતુ તે અત્યારે મેદાન પર ઉતરવા માટે સંપૂર્ણ રીતે ફિટ નથી.
  • આવી સ્થિતિમાં તે શરૂઆતની મેચોમાં નહીં રમે તેવા સમાચાર આવી રહ્યા છે.

કયા કારણોસર આ દિગજ ખિલાડી નહી રમે?

  • દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અપેક્ષા રાખે છે કે નોર્ટજે 7 એપ્રિલ સુધીમાં ફિટ થઈ જશે અને મેદાન પર પરત ફરશે.નોંધપાત્ર વાત એ છે કે, એનરિક નોર્ટજે લાંબા સમયથી હિપની ઈજાને કારણે પરેશાન છે.
  • આ કારણોસર તે દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી પણ બહાર ચાલી રહ્યો હતો.
  • ફ્રેન્ચાઇઝીએ આશા વ્યક્ત કરી છે કે નોર્ટજે 7 એપ્રિલ સુધીમાં તે ફિટ થઈ જશે અને ત્યાર બાદ તે મેદાન પર રમતો જોવા મળી શકશે.

  • ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે, દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના અધિકારીઓએ કહ્યું છે કે એનરિક નોર્ટજે ટીમની પહેલી ત્રણ મેચ બાદ ટીમ સાથે જોડાશે. તમને જણાવી દઈએ કે દિલ્હી તેની ત્રીજી મેચ 7 એપ્રિલે જ રમશે.

દિલ્હી કેપિટલ્સની (Delhi Capitals) સંપુર્ણ ટીમઃ

અશ્વિન હિબ્બર (20 લાખ), ડેવિડ વોર્નર (6.25 કરોડ), કમલેશ નાગરકોટી (1.10 કરોડ), સરફરાઝ ખાન (20 લાખ), મિચેલ માર્શ (6.50 કરોડ), કુલદીપ યાદવ (2 કરોડ), શાર્દુલ ઠાકુર (10.75 કરોડ), મુસ્તફિઝુર (10.75 કરોડ). રહેમાન (2 કરોડ), કેએસ ભરત (2 કરોડ), કમલેશ નાગરકોટી (1.10 કરોડ), મનદીપ સિંહ (1.10 કરોડ), ખલીલ અહેમદ (5.25 કરોડ), ચેતન સાકરિયા (4.20 કરોડ), લલિત યાદવ (65 લાખ), રિપલ પટેલ. (20 લાખ), રોવમેન પોવેલ (2.80 કરોડ), યશ ધૂલ (50 લાખ), પ્રવીણ દુબે (50 લાખ), લુંગી એનગિડી (50 લાખ), ટિમ સેફર્ટ (50 લાખ), વિકી ઓસ્વાલ (20 લાખ), એનરિક નોર્ટજે (20 લાખ) 6.50 કરોડ), અક્ષર પટેલ (9 કરોડ), રિષભ પંત (16 કરોડ) અને પૃથ્વી શો (7.50 કરોડ).

તમે પણ આ વાંચી શકો છો –

IPL2022- પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન-India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો –

IPL 2022-કોહલી એ RCB ના નવા કેપ્ટન પસંદ કરવાને લઇને કર્યો ખુલાસો

SHARE

Related stories

Latest stories