CYCLONE ALERT:’આસાની’ ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ રહ્યું છે, આંધ્ર, ઓડિશા અને બંગાળમાં એલર્ટ
બંગાળની ખાડીમાં ઉંડા દબાણનો વિસ્તાર ચક્રવાતમાં પરિવર્તિત થયો છે અને તેને ‘આસાની’ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રવિવારે કહ્યું કે આગામી 12 કલાકમાં તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. ચક્રવાતી તોફાન અસાની બંગાળની ખાડીમાંથી 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, એમ બુલેટિનમાં જણાવાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે નિકોબાર ટાપુઓથી 480 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં અને પોર્ટ બ્લેરથી 400 કિમી પશ્ચિમમાં છે. રવિવારે સવારે 8 વાગ્યાની આસપાસ, ચક્રવાત વિશાખાપટ્ટનમથી 940 કિલોમીટર અને પુરીથી 1000 કિલોમીટરના અંતરે હતું.
વાવાઝોડું દરિયાકિનારાની સમાંતર ચાલશે
આંધ્રપ્રદેશના અમરાવતી હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ચક્રવાત આસાની 10 મેની સાંજ સુધી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને તે પછી તે બંગાળની ખાડીને અડીને આવેલા આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કિનારે પહોંચશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વાવાઝોડું ઓડિશા અથવા આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરે તેવી અપેક્ષા નથી, પરંતુ તે દરિયાકિનારાની સમાંતર ચાલશે. જોકે ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઉત્તરી કિનારે ભારે વરસાદ અને ભારે પવનની સંભાવના છે.
આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદ
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અહીં 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદ અને પવનની ઝડપ હજુ વધી શકે છે. તેવી જ રીતે, ઓડિશા અને આંધ્ર પ્રદેશના ઉત્તરી કિનારે ભારે વરસાદ અને તેજ પવનની શક્યતા છે.
આ પણ વાંચી શકો: પેરાશૂટ વિના 33 હજાર ફૂટની ઊંચાઈએથી પડીને પણ બચી ગઈ એર હોસ્ટેસ, ગિનિસ બુકમાં નોંધાયું નામ
આ પણ વાંચી શકો: Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે