Cyber Attack : સાયબર ઠગોની નજર તમારા ફોન પર
Cyber Attack: ભારતમાં કોરોના લોકડાઉન બાદથી તો મોબાઇલ ફોનના ઉપયોગમાં ખૂબ વધારો થયો છે.સ્માર્ટફોન હવે એક ડિવાઇસ માત્ર નથી રહ્યું, પણ વ્યક્તિની જીવન કુંડલી બની ગયું છે.વ્યક્તિગત માહિતીથી લઈને સાર્વજનિક જીવન અને તમામ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી જાણકારી મોબાઇલ ફોનમાં કેદ હોય છે. લોકો રોજિંદા જીવનમાં કેટલીય જરૂરિયાતો માટે મોબાઇલ પર જ નિર્ભર રહે છે. બેન્કિંગથી જોડાયેલા કામ હોય કે પછી રોજિંદી શોપિંગ, ટિકિટ બુક કરાવવી હોય કે પછી ક્યાંક ફરવા જવાનું હોય, તમામ કાર્યો સ્માર્ટફોનથી જ થાય છે.-India News Gujarat
અવારનવાર આવતી ફેક લિંક્સથી બચો
મોબાઇલ ફોનના વ્યાપક ઉપયોગને જોતાં સાયબર ઠગોની નજર દરેક સમયે તમારા ફોન પર રહે છે. આપણી સામે સાયબર અટેકની વિવિધ ઘટનાઓ સામે આવતી રહે છે. મોબાઇલ ફોન અને ઇ-મેલ પર અવારનવાર એવી ફેક લિંક્સ આવતી હોય છે જેના પર ક્લિક કરતા જ બધી જાણકારી હેકર્સ પાસે ચાલી જાય છે. ક્યારેક કોઈ એપને ઇન્સ્ટોલ કરતા જ તમામ ડેટા ચોરી થઈ જાય છે.
સાયબર સુરક્ષા અને એન્ટી-વાયરસ પ્રદાન કરતી કંપની Kaspersky લેબએ ગયા વર્ષે મોબાઇલ ડિવાઇસ પર થયેલા 35 લાખથી વધુ સાયબર હુમલા વિશે જાણકારી આપી.-India News Gujarat
તો મોબાઇલ સુરક્ષા આપતી અન્ય એક કંપની Zimperium નું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર 5 માંથી એક મોબાઇલ ફોન પર માલવેરનો અટેક થયો છે અને આવનારા સમયમાં 10 માંથી 4 મોબાઇલ ફોન પર સાયબર અટેકનો ભય છે. કંપનીનું કહેવું છે કે કરોડો મોબાઇલ ફોન હેકર્સના નિશાના પર છે.-India News Gujarat
નીચે જણાવેલ બાબતો દેખાઈ તો થઇ જાઓ એલર્ટ
- મોબાઇલ ડેટાના ઉપયોગમાં અચાનક વધારો થવો,
- સ્ક્રીન પર બહુ બધા પોપ-અપ દેખાવા,
- ફોનની બેટરી જલ્દી ખતમ થવી,
- અજાણી એપ દેખાવી
આવી કેટલીક અસામાન્ય એક્ટિવિટી થાય તો એલર્ટ થઈ જવું જોઈએ. બની શકે કે હેકર્સના હાથમાં તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ આવી ગઈ હોય.
આ બાબતોનું રાખો ધ્યાન
- સાર્વજનિક સ્થાનો પર ઉપલબ્ધ ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ ટાળો.
- કોઈ કારણોસર એમ કરતા હો તો કોઇપણ પ્રકારનું ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવાથી બચો.
- ઓનલાઇન પેમેન્ટ અથવા બેંકથી જોડાયેલા કામ બિલકુલ ન કરો.
- ઓનલાઇન શોપિગ કરતી વખતે ઓફિશિયલ વેબસાઈટનો જ ઉપયોગ કરો.
- નવી વેબસાઇટનો ઉપયોગ કરતા હો તો તેના યુઆરએલ પર ધ્યાન આપો. યુ
- આરએલ https થી શરુ થવી જોઈએ, નહીંતર તે વેબસાઇટ વિઝીટ કરવી જોખમી બની શકે છે.
મોબાઇલ ફોન પર એક સમયે ઘણાં કામ કરવામાં આવે છે. ઘણાં લોકો પોતાની સવલત માટે અલગ-અલગ પેજો માટે સરળ અથવા એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે. આમ કરવું જોખમી છે. અલગ-અલગ અકાઉન્ટના અલગ-અલગ પાસવર્ડ હોવા જોઈએ. પાસવર્ડ મજબૂત હોવો જોઈએ અને સમયાંતરે તેને બદલતા રહેવું જોઈએ.
હંમેશા વિશ્વાસપાત્ર એન્ટી-વાયરસ એપનો ઉપયોગ કરો અને ફોનની સ્ટોરેજને ક્લીન કરતા રહો.-India News Gujarat