HomeIndiaCWG 2022 : કોમનવેલ્થ ગેમ પહેલા જ ભારતે એક મેડલ ગુમાવ્યું-India News...

CWG 2022 : કોમનવેલ્થ ગેમ પહેલા જ ભારતે એક મેડલ ગુમાવ્યું-India News Gujarat

Date:

CWG 2022 : કોમનવેલ્થ ગેમ પહેલા જ ભારતે એક મેડલ ગુમાવ્યું, મેરી કોમ ઈજાના કારણે ટ્રાયલમાંથી બહાર-India News Gujarat

  • CWG 2022 : 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ (Mary Kom) આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022)માં ભાગ લેવાની તૈયારી કરી રહી હતી અને આ માટે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સથી દૂર થઈ ગઈ છે.
  • ભારતની સર્વશ્રેષ્ઠ બોક્સર અને 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ (MC Mary Kom)નું આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022)માં રમવાનું સપનું સમાપ્ત થઈ ગયું છે.
  • અનુભવી બોક્સર મેરી કોમ CWG માટે ટ્રાયલ પૂર્ણ કરી શકી ન હતી, જેના કારણે તેણે બહાર થવું પડ્યું હતું અને તેના કારણે તેનું બર્મિંગહામ (Birmingham 2022)માં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું.
  • નવી દિલ્હીમાં આયોજિત ટ્રાયલ દરમિયાન, શુક્રવાર, 10 જૂનના રોજ, મેરી કોમને પગમાં ઈજા થતાં 48 કિગ્રા ટ્રાયલમાંથી દુર થવાની ફરજ પડી હતી.

સેમિફાઇનલના પ્રથમ રાઉન્ડમાં ઇજાગ્રસ્ત થઈ હતી

  • છ વખતની વર્લ્ડ ચેમ્પિયન 48 કિગ્રા સેમિફાઇનલના પ્રથમ રાઉન્ડમાં ઇજાગ્રસ્ત થઈ હતી.
  • હરિયાણાની નીતુએ તેના ખસી જવાની સાથે જ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કોમનવેલ્થ ગેમ્સના ટ્રાયલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
  • અગાઉની કોમનવેલ્થ ગેમ્સ (2018) ગોલ્ડ મેડલ વિજેતા મેરી કોમ બાઉટના પહેલા જ રાઉન્ડમાં રિંગમાં પડી ગઈ હતી.

બે મુક્કા માર્યા બાદ તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું

  • 39 વર્ષીય મહિલાએ ઉભા થઈને રમવાનો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બે મુક્કા માર્યા બાદ તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું.
  • ત્યારબાદ તેણે રિંગમાંથી દુર થવું પડ્યું હતુ અને રેફરીએ નીતુને વિજેતા જાહેર કરી.
  • સૌથી સફળ ભારતીય બોક્સર આવતા મહિને બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાંથી ખસી ગઈ હતી

તમે આ પણ વાંચી શકો છો-

Commonwealth Games 2022-વિનેશ-સાક્ષીએ મારી બાજી

તમે આ પણ વાંચી શકો છો-

Indonesia Masters 2022 : ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું

SHARE

Related stories

Latest stories