Cruise Drugs Case
ઈન્ડિયા ન્યૂઝ, મુંબઈ: Cruise Drugs Case: આર્યન ખાન ડ્રગ ક્રૂઝ કેસના મુખ્ય સાક્ષી પ્રભાકર સેલના મૃત્યુમાં મહારાષ્ટ્ર સરકાર DGP દ્વારા તપાસ કરાવશે. પ્રભાકર સેલના મૃત્યુના થોડા કલાકો બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે આ આદેશ જારી કર્યો છે. શનિવારના રોજ હાર્ટ એટેકથી સેલનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેલનું તેમના ચેમ્બુરના નિવાસસ્થાને અવસાન થયું હતું. India News Gujarat
સેલના વકીલે કરી પુષ્ટિ
Cruise Drugs Case: સેલના વકીલ તુષાર ખંડારેએ પુષ્ટિ કરી છે કે તેમના અસીલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. તેમણે કહ્યું હતું કે સેઈલના પરિવારને કોઈ ષડયંત્રની આશંકા નથી. સેલે ક્રુઝ ડ્રગ્સ કેસમાં NCB સાક્ષી કેપી ગોસાવીનો બોડીગાર્ડ હોવાનો દાવો કર્યો હતો. તેણે એફિડેવિટમાં કહ્યું હતું કે, ક્રૂઝમાંથી અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ તેણે ગોસાવીને 25 કરોડ રૂપિયાનું સમાધાન કરવાનું કહેતા સાંભળ્યા હતા. આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સેલને સાક્ષી બનાવ્યો હતો. India News Gujarat
ગયા વર્ષે બહુચર્ચિત રહ્યો હતો ક્રૂઝ ડ્રગ્સ કેસ
Cruise Drugs Case: ગયા વર્ષે 3 ઓક્ટોબરે આર્યન ખાનની મુંબઈના દરિયાકિનારે એક ક્રુઝ શિપ પર દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીએ કોર્ટને જણાવ્યું હતું કે સેલે તેના સ્ટેન્ડને પલટાવ્યું છે અને તેનું સોગંદનામું કોર્ટમાં પેન્ડિંગ છે. India News Gujarat
Cruise Drugs Case
આ પણ વાંચોઃ Corona Updates: ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાનો કહેર – India News Gujarat
આ પણ વાંચોઃ Gold Silver Price Today 2 April 2022 जानिए आज के सोने चांदी के दाम