Covid Alert: દિલ્હી, મહારાષ્ટ્ર, કેન્દ્ર સહિત પાંચ રાજ્યોમાં કોરોના એલર્ટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમને કોરોનાના વધતા જતા કેસો બાદ સાવચેતી રાખવા સૂચના આપી છે. સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને લખેલા પત્રમાં કહ્યું છે કે ગયા અઠવાડિયે કોરોનાના કેસમાં વધારો ચિંતાનો વિષય છે, જો જરૂરી હોય તો જરૂરી પગલાં લો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવે લખ્યો પત્ર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે ગયા અઠવાડિયે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમની રાજ્ય સરકારોને કોવિડ-19ના કેસમાં વધારા પર પત્ર લખ્યો હતો અને કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. જો જરૂર પડે તો પગલાં લેવાનું પણ જણાવ્યું હતું.
24 કલાકમાં કોરોનાના 1,109 નવા કેસ
ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,109 નવા કેસ નોંધાયા છે. જે બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 4,30,33,067 થઈ ગઈ છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 11,492 થઈ ગઈ છે.
શુક્રવારે વધુ 43 કોરોના દર્દીઓના મોત
આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર શુક્રવારે વધુ 43 કોરોના દર્દીઓના મોત થયા છે. જે બાદ કુલ મૃતકોની સંખ્યા 5,21,573 પર પહોંચી ગઈ છે. દેશમાં સંક્રમિત દર ઘટીને 0.03 ટકા પર આવી ગયો છે જ્યારે રિકવરી રેટ વધીને 98.76 ટકા થઈ ગયો છે.
આ પણ વાંચી શકો : INDIA SRILANKA RELATIONSHIP : જાણો, કેવી રીતે સંકટમાં શ્રીલંકાની મદદ કરીને ભારત કોલંબોમાં ચીનને પછાડી શકે છે?
આ પણ વાંચી શકો :Future of AAP in Gujarat Election: શું ગુજરાતમાં આપની સાવરણી કરી શકશે ભાજપના સૂપડાં સાફ?