HomeCorona UpdateCorona પાછો સક્રિય ભારતમાં

Corona પાછો સક્રિય ભારતમાં

Date:

 

Corona પાછો સક્રિય

કોરોનાના નામે દેશમાં ભયનો માહોલ ઓછો થવાનો નામ નથી લઈ રહ્યો તેવામાં ઓમિક્રોનનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. એક બાદ એક વાયરસ જે મ્યુટેન બદલી કોરોનાની રસી પર પણ સવાલ ઉભા કરે છે. તે એક મોટો સવાલ છે. ઓમિક્રોન હવે એક બાદ એક શહેરમાં તરખાટ મચાવી રહ્યો છે. આ વાયરસ કેટલી વાર બદલાશે તે કહેવું ઘણું અઘરૂ છે.

ગાઝિયાબાદમાં પણ હવે ઓમિક્રોને એન્ટ્રી મારી

ગાઝિયાબાદમાં પણ હવે ઓમિક્રોને એન્ટ્રી મારી હતી. આરોગ્ય વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પતિ-પત્નીમાં વાઈરસ મળ્યો હતો, તેમનો નવો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, બન્નેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જે વિસ્તારના તેઓ રહેવાસી છે તે વિસ્તારમાં સરકારી દિશા નિર્દેશ અનુસાર પાલન કરવામાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગે આ વાતની માહિતી આપી કે બન્ને વેક્સિનેટેડ હતા. અને તેમ છતાં ઓમિક્રોન એક્ટિવ થઈ ગયો હતો. આરોગ્ય વિભાગનું કહેવું છે કે, ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. હાલમાં પતિ અને પત્ની બન્ને સ્વસ્થ છે.

24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ

ગુજરાતની વાત કરવામાં આવે તો અહિં પણ દિવસેને દિવસે કેસ વધતા જતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને 18 ડિસેમ્બરના રોજ 68 કેસ પણ સુચવે છે કે ત્રીજા વેવની શક્યતા નકારી શકાય તેમ નથી. અધુરામામં પુરૂ જો ગયા વર્ષનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે પણ પૂરેપુરી  તૈયારી કરી લીધી છે. રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા છે. જ્યારે 74 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 14 નવા કેસ નોંધાયા છે. 1 શહેર અને 21 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત નોંધાયું નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.71 ટકા રહ્યો છે.

 

 

 

 

 

 

 

 

SHARE

Related stories

Latest stories