કોગ્રેસ પક્ષની વિચારધારામાં પરિવર્તનની જરૂર…કોગ્રેસ પક્ષ રાજકીય દોડમાં મજબૂત ક્યારે થશે….???
Congress ideology:આપણા દેશમાં વિરોધ પક્ષ તરીકેની ભૂમિકામાં રાજકીય પાર્ટીઓની જો વાત કરવામાં આવે તો કૉંગ્રેસ સામે ભાજપનું નામ વધુ પ્રચલિત થયું છે. મુદ્દાઓને લઈ શિસ્તબ્ધ રીતે આગળ વધતી ભારતીય જનતા પાર્ટી હમેશાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં સફળ રહી પછી એ કટોકટીનો સમય હોય કે પછી રામ મંદિરનો પ્રશ્ન હમેશા ભાજપે પોતાનું કદ વધારીયું જ છે.પણ દેશની સૌથી જૂના રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસે વર્ષો સુધી રાજ કર્યું પણ હાલે જ્યારે વિપક્ષની ભૂમિકા ભજવાનની વાત આવે છે ત્યારે કોંગ્રેસ પક્ષ નબળો પડી રહ્યું છે. 2024 માં લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય સ્તરે મતો મેળવવામાં સફળ થશે કે કેમ….??આવા અનેકો પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તનો તેને પુનઃ સતા માં લાવી શકે કે કેમ ની ચર્ચા રાજકીય પડિતો કરતાં જ રહે છે…
ગાંધી પરિવારની કૉંગ્રેસમાં ભૂમિકા
Congress ideology:વર્ષોની પરંપરા મુજબ કોંગ્રેસના સિદ્ધાંતો ગાંધી પરિવાર અગ્રેસર રાખી ચાલી આવતો આ રાજકીય પક્ષ હાલે એક બે રાજ્યો સિવાય ક્યાંય મજબૂત સ્થિતિમાં નથી દેખાતું.ત્યારે ગાંધી પરિવાર વિના કોંગ્રેસ પક્ષ ભાંગી ભાંગી પડશે આવું વિચાર પક્ષના મોભીઓ વિચારી રહ્યા હતા પણ પરિસ્થિતિ કંઈક વિપરિતજ નીકળી ગાંધી પરિવાર જનતાનો વિશ્વાસ જીતવામાં કમજોર પડ્યું અને ભાજપની મોદી બ્રાન્ડ દેશ પર છવાઈ ગઈ.ત્યારે મોટા ભાગ ના સમીક્ષકો કોંગ્રેસ ને નવો ચહેરો પાર્ટી માં નવી ચેતના નો ઉમેરો કરી શકે એવું વિચારતા થયા છે.પણ કોંગ્રેસ પક્ષ ની હાલત જોતા તો એવું દેખાઈ આવે છે કે ગુણવત્તા અને સક્ષમ કાર્યકરને જોખમી માની અવગણીના થતી હોય છે. નવી પ્રતિભાશાળી અનેકો વ્યક્તિ કોંગ્રેસ પક્ષ માં હોવા છતાંય પાર્ટી તેને યોગ્ય સ્થાન આપવામાં નિષફળ સાબિત થઈ છે. આવી અનેકો ભૂલો અને અધૂરાસો વચ્ચે અને આવા ઓરમાયા વલણ વચ્ચે નવો ચહેરો પણ કેટલું કામ આવી શકે…???
કોંગ્રેસની કાર્યશૈલી પર યુવાનેતા નારાજ
Congress ideology:કોંગ્રેસ પક્ષ નવ યુવા નેતામાં હમેશા નારાજગી જોવા મળી છે.નવા અભિગમ સાથે રાજકરણમાં પ્રવેશતાં નવયુવાનો પક્ષની વિચાર ધારા સાથે ચાલવાતો માંગે છે પણ પક્ષ તેઓની કુશળતાનો ઉપયોગ લેવા નથી માગતું હાલ માંજ પાટીદાર હાર્દિક પટેલ પણ ગુજરાતમાં નારાજગી જાહેર કરી હતી.કોંગ્રેસના રાજ્ય એકમની “કાર્યશૈલી” પર નારાજગી વ્યક્ત કરતા, હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે નેતૃત્વ તેમની કુશળતાનો ઉપયોગ કરવા તૈયાર નથી. આવા સંજોગોમાં કૉંગ્રેસ પક્ષ પોતાનું અભિગમ બદલે તોજ નવાજુની થાય બાકી તો જેમ રાજસ્થાન માં થયું એમજ વિવાદોના વંટોળમાંજ કોંગ્રેસ પક્ષને ચૂંટણી ના પરિણામો સામે જ દેખાઈ આવે છે.
સાથે હવે તો દેશ ના અન્ય રાજ્યો માં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવાની તૈયારી બતાવી ચુકી છે.ત્યારે કોંગ્રેસ પક્ષ માટે આગળ આવવું ખુબજ અઘરું બની જશે પૂર્વ કોંગ્રેસ નેતા અને વર્તમાનમાં ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં યોગ્યતા માટે કોઈ સ્થાન નથી.આમ અનેકો યુવા નેતા કોંગ્રેસ પક્ષ ની વિચારધારા નો ખુલે આમ વિરોધ વ્યક્ત કરી ચુક્યા છે.
કોગ્રેસના કાર્યકરો અને નેતાઓ પક્ષ છોડી ભાજપમાં જોડતા થયા
Congress ideology:કોગ્રેસ ની પક્ષ થી નારાજ કેટલાય નેતાઓ ભાજપ તરફ વળ્યા છે.કેટલાય ધારાસભ્યો પોતાનું પદ ત્યાગ કરી અને ભાજપ વિચારધારા અને વિકાસલક્ષી વિચારધારામાં જોડાઈ ગયા છે.હાલેજ ખેડબ્રહ્માના કોંગ્રેસના MLA અશ્વિન કોટવાલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડ્યા છે.આવા તો કેટલાય નેતા કોગ્રેસ પક્ષ છોડી રહ્યા છે.ત્યારે કોગ્રેસ પક્ષે પોતાની વિચાર ધારા બદલી પુનઃ વિચાર વિમસ કરવું જરૂરી બન્યું છે.
આ પણ વાંચી શકો:PM નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ પર ટોણો – India News Gujarat
આ પણ વાંચી શકો: PRASHANT KISHOR’S POLITICAL PARTY: પ્રશાંત કિશોર બનાવશે પોતાની પાર્ટી, બિહારમાં AAP બનવાનો પ્રયાસ કરી રહ્યા છે PK?