HomeIndiaમોઈન અલીને નથી મળ્યો વિઝા, CSK ને IPL માં મુશ્કેલીનો સામનો કરવો...

મોઈન અલીને નથી મળ્યો વિઝા, CSK ને IPL માં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

Date:

મોઈન અલીને નથી મળ્યો વિઝા, CSK ને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

IPL ની  15મી સિઝન શરૂ થવા જઈ રહી છે. જેમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. IPL ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચ પહેલા CSK કેમ્પની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે. વાસ્તવમાં, અનુભવી ઓલરાઉન્ડર મોઈન અલીને લગભગ છેલ્લા 3 અઠવાડિયાથી ભારત આવવા માટે વિઝા મળ્યા નથી.

CSK ને પડશે મુશ્કેલી

મોઇને 28 ફેબ્રુઆરીએ વિઝા અરજી સબમિટ કરી હતી. તે અરજી સબમિટ થયાને 20 દિવસ થઈ ગયા છે. તે ભારતમાં આવતો-જતો રહે છે, તેમ છતાં તેને હજુ સુધી IPL માટે  પ્રવાસની મંજૂરી મળી નથી. અમને આશા છે કે તે જલ્દી ભારત આવશે અને CSK ટીમ સાથે જોડાશે.

આઇપીએલની 2022ની સિઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, દરેક ટીમના કેમ્પમાં વિદેશી ખેલાડીઓ જોડાઇ રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે ચેન્નાઇ સુપર કિંગ્સનુ ટેન્શન વધી ગયુ છે, કેમ કે હજુ સુધી CSK ના કેમ્પમાં ધોનીનો માનીતી ખેલાડી અને સ્ટાર ઓલરાઉન્ડર નથી જોડાઇ શક્યો. ઇંગ્લેન્ડનો મોઇલ અલી એવા ખેલાડીઓમાને એક છે, જેને CSK એ આ વખતે હરાજી પહેલા જ રિટેન કરી લીધો હતો. ભારતીય પીચો પર મોઇન અલી બહજુ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે.

CSK ના કેમ્પમાં ટેન્શનનુ વાતાવરણ

પરંતુ હવે CSK ના કેમ્પમાં ટેન્શનનુ વાતાવરણ ઉભુ થયુ છે, કેમકે ઓલરાઉન્ડર મોઇન અલી ઇંગ્લેન્ડથી હજુ સુધી ભારત નથી આવી શક્યો. ચેન્નાઇની ટીમ અને ધોની તેની રાહ જોઇ રહ્યો છે. પરંતુ વાત એમ છે કે 34 વર્ષીય મોઇન અલીને ઇંગ્લેન્ડના દૂતાવાસે ડૉક્યૂમેન્ટ ક્લિયર ના થવાના કારણે રોકી રાખ્યો છે.

 શું કહ્યું CSK ના સીઇઓ કાશી વિશ્વનાથને?

CSK ના સીઇઓ કાશી વિશ્વનાથને કહ્યું  કે, મોઇન અલીએ 28 ફેબ્રુઆરીએ વિઝા માટે એપ્લાય કરી દીધુ હતુ, તેની એપ્લિકેશનને જમા થયે 20 દિવસથી વધુ થઇ ગયા છે. તે ભારતમાં સતત અવરજવર કરતો રહે છે, આમ છતાં તેના ટ્રાવેલિંગના ડૉક્યૂમેન્ટ તેને નથી આપવામાં આવી રહ્યાં. અમે આશા રાખીએ છીએ કે તે જલદીમાં જલદી ટીમ સાથે જોડાઇ જશે, મોઇન અલીએ અમને કહ્યું છે કે ડૉક્યૂમેન્ટ મળતાં જ તે બીજી જ ફ્લાઇટમાં ભારત પહોંચી જશે.

SHARE

Related stories

Latest stories