CAA: સમગ્ર દેશમાં કેટલીક જગ્યા ઉપર સીએએના વિરોધ વચ્ચે જ્યારે સીએએનું નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. ત્યારે ભારત બહારથી આવી ભારતમાં વસેલા લોકો નું શુ માનવું છે તે બાબતે ઇન્ડિયા ન્યુજ ગુજરાતની ટીમે તે લોકો સાથે મુલાકાત કરી હતી અને વાતચીત કરી હતી. વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ મૂળ હાલના પાકિસ્તાનના છે. પરંતુ છેલ્લા 1951 થી તેમના ઘરના વડીલો જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનથી તેઓ ભારત રહેવા આવી ગયા. ભારતમાં આવી અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરતા હતા અને અંતે તેમાંથી કેટલાક લોકો સુરત શહેરમાં સ્થાયી થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીએએનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું ત્યારે તેઓ જે એક મહેમાન તરીકે ભારતમાં રહેતા હતા તેઓ હવે ભારતીય નાગરિક બની ગયા છે અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
CAA ના વિરોધ વચ્ચે ખુશીનો માહોલ
સીએએનું નોટિફિકેશન જારી થતા જે રીતે અમુક પાર્ટીઓના નેતાઓના સ્ટેટમેન્ટો સામે આવી રહ્યા છે અને તેઓ આ સીએએનું વિરોધ કરી રહ્યા છે. જ્યારે જે લોકો હાલ આ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેની સાથે ઇન્ડિયા ન્યુઝ ગુજરાતની ટીમે વાતચિત કરી ત્યારે જાણવા મળ્યું કે હકીકતમાં એક ભારતીય દરજ્જો મેળવવાનું પરિપત્ર છે. જે લોકો ભારત પાકિસ્તાનના ભાગલા પડવા પહેલા ભારતીય તરીકે ઓળખાતા હતો.
તેમાંથી જે હિસ્સો પાકિસ્તાન તરફ ગયો અને તે લોકો ભારતમાં રહેવા ઈચ્છતા હતા તો તે લોકો ભારત પરત થઈ ગયા હતા અને ભારતમાં સ્થાયી થયા હતા. પરંતુ કાયદાની જોગવાઈઓ અને કેટલાક કારણોસર તેમને ભારતીય નાગરિકતા મળતી ન હતી છેલ્લા 75 વર્ષથી જ્યારે તેઓ અને તેમના વડીલો આ લડાઈ લડતા લડતા દુનિયા છોડી ગયા અને તેમને ભારતીય નાગરિકતા ના મળી ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે લોકો મૂળ ભારતીય હતા પણ તેમને ભારતીય માનવામાં ન આવી રહ્યા હતા તે લોકો માટે વડાપ્રધાને આ સીએએનું નોટિફિકેશન બહાર પાડવાનું કામ કર્યું છે.
તમે આ પણ વાંચી શકો છો :
Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં
તમે આ પણ વાંચી શકો છો :