કેસરી રંગની ભાજપની ટોપી આકર્ષણનું કેન્દ્ર બની
BJP’s orange hat-ભાજપાની કેસરી ટોપી-INDIA NEWS GUJARAT મહાભારતના સમયથી ભારત શોર્ય દેશની પરંપરાથી ઓળખાતું હતું… ત્યારબાદ એજ પરંપરા હિન્દુ રાજા મહારાજાઓ એ જાળવી રાખી પોતાના રાજ્ય નો ધ્વજને શોર્ય રૂપ ગણાતો કેસરી કલરને અપનાવ્યો હતો. જેમ જેમ સમય આઝાદી તરફ વળી રહ્યો હતો ત્યારે આઝાદી મળતાં દેશના સર્વ માન્ય ગણાતા રાષ્ટ્રધ્વજને આ કેસરી કલરને સ્થાન આપવામાં આવ્યું આ સમય દરમ્યાન અમુક લોકો અને સંગઠનો એવા પણ હતા કે જેઓ રાષ્ટ્રીય ભાવના સાથે ભારત પર શોર્ય સાથે નિછાવર થવાની ભાવના સાથે RSS અને જનસંઘ લોકોને લઈ ને આગળ વધી રહ્યા હતા,આ બંને સંગઠનોના ધ્વજને કેસરીયા રંગથી રંગીને કેસરી ધ્વજ સાથે હિન્દુત્વને એક નવી દિશા તરફ આગળ વધી રહ્યા હતા.એ અરસામાં હિન્દુ સમાજ ના તજજ્ઞોએ લોકોને સાથે રાખી રાષ્ટ્રવાદી જનસંઘ પક્ષની રચના કરી કેસરિયા ધ્વજને પોતાના પક્ષને મજબુત બનાવવા અને રાષ્ટ્રીય અને સ્વરાજ્ય ની ચુંટણીઓ ઝંપલાવવાનું આ પક્ષે નક્કી કર્યું દેશમાં દેશ ભક્તિની શરૂઆત થઈ ચૂકી હતી, એ અરસામાં એક એવો ગુજરાતી કે જેણે સંસાર ત્યજીને આ ભગવાધારી હિમાલય તરફ પ્રયાણ કર્યું હતું… પણ સંજોગો અને કુદરતી સંકેતો કંઇક બીજું બતાવી રહ્યા હતા.. આ ભગવાધારીને પાછા સંસાર બાજુ રૂખ કરી જનસંઘએ લોક કલ્યાણ માટે રાષ્ટ્રની વિશેષ જવાબદારી સોંપી હિમાચલ પ્રદેશના મહા સચિવની જવાબદારી સ્વીકારી નરેન્દ્રભાઈ મોદી ખુદ કેસરીયા રંગે રંગાઈ ચુક્યા હતા. એ રંગ હાલના સંજોગોમાં કેસરી ટોપીનું રૂપ ધારણ કરી ભારતીય જનતા પાર્ટી નું એક ચમકતું ડાયમંડ આગામી દિવસોમાં ચમક ફેલાવતી આ ટોપીઓ આવનાર ચૂંટણી પ્રચારમાં પોતાની આગવી છાપ ઉભી કરી લોકોને આકર્ષવામાં મહત્વનો ભાગ ભજવી જશે તેમાં બેમત નથી.
-
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કેસરી રંગની ટોપી રંગ જમાવશે…!!!
- BJP’s orange hat-ભાજપાની કેસરી ટોપી-INDIA NEWS GUJARAT વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પોતાના સિમ્બોલને વધુને વધુ પ્રજા સુધી કેમ પહોંચાડવું તેના પ્રયાસો કરી રહી છે. ત્યારે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખેસ પહેરી પ્રચાર કરતા હોય છે પણ આ વખતે કેસરી રંગની ટોપી પહેરીને પ્રચાર કરશે એવું દેખાઈ આવે છે.
ગુજરાત પ્રવાસમાં મોદીએ કેસરી ટોપીથી જમાવ્યો રંગ…
- BJP’s orange hat-ભાજપાની કેસરી ટોપી-INDIA NEWS GUJARAT વડાપ્રધાન નરેન્દ્ર મોદી`ના ગુજરાત પ્રવાસ દરમિયાન ત્રણ રોડ શો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેસરી રંગની ટોપી ખૂબ જ ચર્ચામાં રહી હતી, તમામ નેતાઓ સાથે કાર્યકરો કેસરી રંગની ટોપી પહેરી રોડ શો માં હાજર રહ્યા હતા.ભાજપના કાર્યકરો માટે કેશરી રંગની ટોપીએ આકર્ષણ નું કેન્દ્રબિંદુ બની રહી છે.
કેસરી રંગની ટોપીની ડિઝાઇનમાં સી.આર.પાટીલ ની મુખ્ય ભૂમિકા…
- BJP’s orange hat-ભાજપાની કેસરી ટોપી-INDIA NEWS GUJARAT ટોપીની ડિઝાઈનની મુખ્ય ભૂમિકા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રહી છે. કોટનના કપડા માંથી તૈયાર કરાયેલી આ ટોપી સુરતની લક્ષ્મી-પતિ મીલમાં તૈયાર કરાઈ હોવાની માહિતી સૂત્રોના અહેવાલથી મળી રહ્યા છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલએ ટોપીની ડિઝાઇન બનાવવામાં અંગત રસ લીધો છે.
ટોપી ઉંધી પહેરો કે સીધી ભાજપ સ્પષ્ટપણે વાંચી શકાશે…
- BJP’s orange hat-ભાજપાની કેસરી ટોપી-INDIA NEWS GUJARAT કેસરી રંગની ટોપી કોઈપણ તરફથી પહેરો તો ભાજપ સ્પષ્ટ વાંચી શકાય છે કોટન કાપડ ઉપર બનેલી આ ટોપી પર ભરતકામ કરાયેલી પટ્ટી પર ગુજરાતી ભાષામાં ભાજપ લખેલું છે સાથે જ પ્લાસ્ટિક મટરીયલ સાથે કમળ પણ દોરવામાં આવ્યું છે.
ભાજપના કાર્યકરોથી માંડીને કદાવર નેતા આ ટોપીનો લાગ્યો રંગ….
- BJP’s orange hat-ભાજપાની કેસરી ટોપી-INDIA NEWS GUJARAT ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાજી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના કદાવર નેતાઓ આ કેશરી ટોપી પહેરી રહ્યા છે ત્યારે કાર્યકરોમાં પણ આ કેશરી ટોપીનું આકર્ષણ વધ્યું છે.આવનાર વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના કાર્યકરો ખેશ સાથે કેસરી ભાજપની ટોપી પહેરી પ્રચાર કરતા નજરે ચડશે…