Assembly Election 2023
ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Assembly Election 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. આ સિવાય મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર અને રાજસ્થાનમાં 23 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. આ તરફ મિઝોરમમાં 7 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. પાંચેય રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવશે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ચૂંટણી કમિશનર રાજીવ કુમાર તેમના સાથીદારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. India News Gujarat
60.2 લાખ નવા મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
Assembly Election 2023: મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ ચૂંટણીઓમાં કુલ 16.14 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા છે. મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે. મધ્યપ્રદેશ 5.6 કરોડ રાજસ્થાન 5.25 કરોડ તેલંગાણા 3.17 કરોડ છત્તીસગઢ 2.03 કરોડ મિઝોરમ 8.52 લાખ. India News Gujarat
રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સૌની નજર
Assembly Election 2023: 2018માં કમલનાથ મધ્યપ્રદેશમાં 15 મહિના સુધી સીએમ રહ્યા હતા, રાજીનામું આપ્યા બાદ શિવરાજ મુખ્યમંત્રી બન્યા હતા મધ્યપ્રદેશમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી બાદ રાજકીય ડ્રામા ઘણો થયો હતો. ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસને ભાજપ કરતાં પાંચ બેઠકો વધુ મળી હતી. કોંગ્રેસ પાસે 114 અને ભાજપ પાસે 109 બેઠકો હતી. બસપાએ બે અને સપાએ એક સીટ જીતી હતી. ગઠબંધન કરીને, કોંગ્રેસે બહુમતીનો આંકડો 116 મેળવ્યો હતો અને કમલનાથ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. કોંગ્રેસની સરકાર માત્ર 15 મહિના જ ચાલી શકી. ખરેખરમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. જેમાં છ મંત્રીઓ સામેલ હતા. સ્પીકરે મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કરી લીધો હતો. રાજીનામાને કારણે કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઈ. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કોર્ટે કમલનાથ સરકારને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો. પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા કમલનાથે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં ભાજપે બળવાખોર ધારાસભ્યોનો સમાવેશ કરીને તેની સંખ્યા વધારીને 127 કરી અને સરકાર બનાવી. શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. રાજસ્થાનમાં 25 વર્ષથી દર વખતે સરકાર બદલાય છે, ગેહલોત 2018માં મુખ્યમંત્રી બન્યા હતા. India News Gujarat
Assembly Election 2023:
આ પણ વાંચોઃ Gujarat Politics: 2024ની ચૂંટણીમાં મપાઈ જશે ગોહિલની ‘શક્તિ’ – India News Gujarat
આ પણ વાંચોઃ Congress Politics: જ્ઞાન સહાયક યોજના અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની મોટી ચાલ – India News Gujarat