Aryan Khan Drugs Case: NCB મુખ્ય તપાસ અધિકારી અને ગુપ્તચર અધિકારી સસ્પેન્ડ
આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલા NCBના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. NCBએ આ કેસમાં કારણ પણ આપ્યું છે કે સસ્પેન્શનનું કારણ શું છે.આર્યન ખાનના ડ્રગ કેસની તપાસ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારીઓ વિશ્વ વિજય સિંહ અને આશિષ રંજન પ્રસાદને વિજિલન્સ તપાસ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મુખ્ય તપાસ અધિકારીની ભૂમિકા શંકાસ્પદ
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે એનસીબીની વિજિલન્સ ટીમ દ્વારા ચાલી રહેલી તપાસમાં આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા મુખ્ય તપાસ અધિકારી વિશ્વ વિજય સિંહ અને ઈન્ટેલિજન્સ ઓફિસર આશિષ રંજન પ્રસાદની ભૂમિકા શંકાસ્પદ જણાઈ છે. જે બાદ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસમાં કહેવામાં આવ્યું હતું કે બંને “શંકાસ્પદ પ્રવૃત્તિ”માં સામેલ હતા અને આ જ તેમના સસ્પેન્શનનું કારણ હતું.
ક્રુઝ શિપ પર NCBના દરોડા દરમિયાન ધરપકડ
નોંધપાત્ર રીતે, આર્યન ખાનની 3 ઓક્ટોબર, 2021 ના રોજ મુંબઈ કિનારે એક ક્રુઝ શિપ પર NCBના દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ અને વેચાણ કરવા બદલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ તેની અને અન્ય 19 સામે કેસ કરવામાં આવ્યો હતો. આર્યન અને અન્ય 17 લોકોને જામીન મળ્યા છે, જ્યારે માત્ર બે આરોપીઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આ પણ વાંચી શકો : INDIA SRILANKA RELATIONSHIP : જાણો, કેવી રીતે સંકટમાં શ્રીલંકાની મદદ કરીને ભારત કોલંબોમાં ચીનને પછાડી શકે છે?
આ પણ વાંચી શકો :Future of AAP in Gujarat Election: શું ગુજરાતમાં આપની સાવરણી કરી શકશે ભાજપના સૂપડાં સાફ?