Annual ICC Rankings: T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ઘણુ દૂર-India News Gujarat
- Annual ICC Ranking: ઓસ્ટ્રેલિયન (Cricket Australia) ટીમને તાજેતરની રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો છે.
- સાઉથ આફ્રિકાની (Cricket South Africa) ટીમે એક સ્થાનની છલાંગ લગાવી છે જ્યારે ન્યુઝીલેન્ડે બે સ્થાન ગુમાવ્યા છે.
- ટીમ ઈન્ડિયા (Team India)એ સ્થાનિક મેદાન પર સતત પ્રભાવશાળી પ્રદર્શનને કારણે 2021-22ની સીઝનનો અંત વિશ્વની નંબર વન T20 ટીમ તરીકે કર્યો છે. પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની બુધવારે જાહેર કરાયેલ વાર્ષિક ટેસ્ટ રેન્કિંગમાં તે ટોચના ક્રમાંકિત ઓસ્ટ્રેલિયાથી 9 પોઈન્ટ પાછળ છે.
- ન્યૂઝીલેન્ડ વાર્ષિક રેન્કિંગ બાદ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિશ્વની નંબર વન ટીમ છે.
- 2021માં શરૂ થયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી પાંચમી અને અંતિમ મેચ રમ્યા બાદ આ રેન્કિંગમાં સામેલ થઈ જશે.
ટેસ્ટ રેન્કિંગઃ
- આઈસીસીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે “આઇસીસી (ICC) મેન્સ ટેસ્ટ ટીમ રેન્કિંગના (Test Ranking) વાર્ષિક ‘અપડેટ’ બાદ ઓસ્ટ્રેલિયાએ બીજા ક્રમાંકિત ભારત પર તેમની લીડ એક પોઈન્ટથી વધારીને 9 કરી દીધી છે. જ્યારે પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડની જગ્યાએ પાંચમા સ્થાને છે.”ટેસ્ટ રેન્કિંગમાં ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ચોથા સ્થાને છે.
- રિલીઝ મુજબ ભારતે પણ 1 પોઈન્ટ મેળવ્યો છે અને તે હવે 119 પોઈન્ટ પર છે. જ્યારે ઈંગ્લેન્ડે સૌથી વધુ 9 પોઈન્ટ ગુમાવ્યા છે કારણ કે 2018માં ભારત સામેની તેની 4-1થી જીતેલી સિરીઝ રેન્કિંગની ગણતરીમાંથી કાઢી નાખવામાં આવી છે. ઈંગ્લેન્ડના 88 રેટિંગ પોઈન્ટ છે, જે 1995 પછી સૌથી ઓછા છે.
- ઓસ્ટ્રેલિયાએ જાન્યુઆરીમાં એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું. તેમાં હવે 119ને બદલે 128 પોઇન્ટ છે.વાર્ષિક ‘અપડેટ’ મે 2019 પછી પૂર્ણ થયેલ તમામ શ્રેણીને આવરી લે છે. હવે મે 2021 પહેલા પૂર્ણ થયેલી શ્રેણીને વાર્ષિક ગણતરીમાં 50 ટકા વેઇટેજ આપવામાં આવ્યું છે, જ્યારે તે પછીની શ્રેણીને 100 ટકા વેઇટેજ આપવામાં આવ્યું છે.
? Top spot retained
? Changes in the No.4, 5, 6 spots
? Number of ranked teams reducedThe annual update to the @MRFWorldwide ICC Men’s T20I Team Rankings is here ?https://t.co/mxOrPyaKPz
— ICC (@ICC) May 4, 2022
ટી20 રેન્કિંગ
- ટી-20માં ભારત નંબર વન પર યથાવત છે. બીજા ક્રમાંકિત ઈંગ્લેન્ડ પર તેની લીડ એકના બદલે પાંચ પોઈન્ટ થઈ ગઈ છે.
- દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને પાછળ છોડી દીધું છે. જે હવે છઠ્ઠા સ્થાને છે. એ જ રીતે બાંગ્લાદેશ અને શ્રીલંકા દસમાં નંબરની ટીમ અફઘાનિસ્તાનને પાછળ છોડી દીધું છે.
વન-ડે રેન્કિંગ
- વન-ડે રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ ટોચ પર છે. પરંતુ બીજા ક્રમની ટીમ ઈંગ્લેન્ડ પર તેની લીડ ત્રણને બદલે એક પોઈન્ટ થઈ ગઈ છે.
- ઈંગ્લેન્ડ અને ત્રીજા ક્રમાંકિત ઓસ્ટ્રેલિયા વચ્ચે પોઈન્ટનો તફાવત સાતથી વધીને 17 થઈ ગયો છે.
- ભારત (105 પોઈન્ટ) ODI રેન્કિંગમાં ચોથા સ્થાને છે, જે ઓસ્ટ્રેલિયા (107) કરતા બે પોઈન્ટ પાછળ છે.
તમે આ પણ વાંચી શકો છો-
NZ vs ENG : ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત
તમે આ પણ વાંચી શકો છો-
IPL 2022: Sunil Gavaskar કહ્યું- બેટ્સમેનોએ Umran Malikના ઝડપી બોલને કેવી રીતે રમવું