HomeIndiaAnand: લગ્નના દિવસે પાનેતર પહેરી પરીક્ષા આપતી નવપરણીતા - INDIA NEWS GUJARAT

Anand: લગ્નના દિવસે પાનેતર પહેરી પરીક્ષા આપતી નવપરણીતા – INDIA NEWS GUJARAT

Date:

Anand: આણંદ શહેરમાં એન.એસ પટેલ આર્ટસ કોલેજ ખાતે આજે લગ્ન મંડપ માંથી સીધા પાનેતર પહેરી પરિક્ષા આપવા આવેલી નવવધુ પરિક્ષા કેન્દ્રમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી, અને લગ્ન સાથે શિક્ષણ પણ એટલું જ મહત્વનું છે તે વાત સાકાર કરી હતી.

સમગ્ર પરીક્ષા કેન્દ્રમાં નવપરણીતા આકર્ષણનું કેન્દ્ર બની

આજે સવારે સાવલી ખાતે યોજાયેલા સમુહ લગ્નમાં સપ્તપદીનાં સાત ફેરા ફરી લગ્નવિધી સંપન્ન કર્યા બાદ જાનકી ધોબીની લગ્ન મંડપ માંથી વિદાય કરવામાં આવી હતી, ત્યારે તેણીનો પતિ તેણીને લગ્ન મંડપ માંથી વિદાય લઈ પત્નીને સીધી સાસરીમાં લઈ જવાનાં બદલે જાનકી અને તેનો પતિ સીધા પરિક્ષા કેન્દ્રમાં પહોંચ્યા હતા જયાં લગ્નનાં પાનેતરમાં પરિક્ષા આપવા આવેલી નવવધુને જોઈને અન્ય પરિક્ષાર્થીઓ આશ્ચર્યામાં મુકાયા હતા અને જાનકીએ લગ્નનાં પાનેતરમાં જ પરિક્ષા ખંડમાં જઈને શાંત ચિત્તે પરિક્ષા આપી હતી.

Anand: લગ્ન પતાવી ખુદ પતિ પરીક્ષા કેન્દ્ર લઈને પહોંચ્યા

જાનકી હસમુખભાઈ ધોબીએ જણાવ્યુ હતું કે તેણી લગ્નની સાથે સાથે ભવિષ્ય માટે ભણતર પણ એટલુંજ જરૂરી છે તેનાં કારણે આ પરિક્ષા ખુબજ મહત્વની છે, તેણીનું આ છેલ્લુ સેમેસ્ટર છે, અને તે આખુ વર્ષ બગાડવા માંગતી ન હતી જેથી તેણી લગ્ન મંડપ માંથી સીધી પરિક્ષા આપવા પહોંચી હતી અને તેનાં માતા પિતા અને સાસરીયાઓ પતી દ્વારા તેને પરિક્ષા આપવા ખુબજ પ્રોત્સાહન આપ્યું હતું, અને તેનાં પતિ જ તેને લગ્ન મંડપ માંથી સીધા પરિક્ષા કેન્દ્રમાં લઈને આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ દિકરી ઓને ઉચ્ચ શિક્ષણથી સજ્જ કરવી જોઈએ કેમકે દિકરીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ ખુબજ મહત્વનું હોવાનું જણાવ્યું હતું..

ઓડ ગામની જાનકી ધોબી આણંદની એન.એસ પટેલ આર્ટસ કોલેજમાં એમ.એ માં અભ્યાસ કરતી હતી, દરમિયાન તેણીનાં લગ્ન અમદાવાદનાં યુવક સાથે નક્કી થતા સાવલી ખાતે યોજાયેલા સમુહ લગ્નમાં તેણીનાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. દરમિયાન લગ્નનાં દિવસે જ તેની પરિક્ષા જાહેર થતા અને બપોરે 3 વાગે તેણીનું પ્રશ્નપત્ર હોઈ તેણી મુંઝવણમાં મુકાઈ હતી અને તેણીએ આ અંગે કોલેજનાં અધ્યાપકોએ તેણીને લગ્ન બાદ પરિક્ષા આપવા પ્રોત્સાહીત કરી હતી, તેમજ તેણીનાં પતિ અને સાસરીયા તેમજ પરિવારજનોએ પણ પ્રોત્સાહિત કરી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા

SHARE

Related stories

Latest stories