HomeEntertainmentAli Fazal And Richa Chadha Will Soon Tie The Knot:અલી ફઝલ અને...

Ali Fazal And Richa Chadha Will Soon Tie The Knot:અલી ફઝલ અને રિચા ચઢ્ઢા ટૂંક સમયમાં જ બંધાઈ જશે લગ્નગ્રંથીથી-India News Gujarat

Date:

Ali Fazal And Richa Chadha Will Soon Tie The Knot:અલી ફઝલ અને રિચા ચઢ્ઢા ટૂંક સમયમાં જ બંધાઈ જશે લગ્નગ્રંથીથી-India News Gujarat

Ali Fazal And Richa Chadha Will Soon Tie The Knot: કોરોના મહામારી બાદ બોલિવૂડ કપલ્સ લગ્નનાં તાંતણે બંધાઈ રહ્યા છે. ત્યારે વધુ એક કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં એક રીપોર્ટસમાં કહેવામાં આવ્યું હતું કે, આ કપલે સપ્ટેમ્બર મહિનામાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

  • ‘ઇન્ડિયા ટુડે’ વેબસાઈટના રિપોર્ટ અનુસાર અલી ફઝલ અને રિચા ચઢ્ઢા મુંબઈમાં 350-400 મહેમાનો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.
  • આ કપલના લગ્નનું સેલિબ્રેશન મુંબઈ અને દિલ્હીમાં તેમના નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં કરશે. લગ્ન પહેલા સંગીત અને મહેંદીનું ફંક્શન યોજવામાં આવશે.
  •   કપલ સપ્ટેમ્બરના છેલ્લાં અઠવાડિયાંમાં દિલ્હીમાં લગ્નગ્રંથીથી જોડાશે.

રિચા ચઢ્ઢાએ કહ્યું કે લગ્ન વિશે વિચારીએ તે પહેલાં જ નવું વેરિઅંટ આવી જાય
રિચાએ થોડા સમય પહેલાં અલી સાથે લગ્ન વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, ‘જ્યારે પણ અમે લગ્ન કરવાનું વિચારીએ છીએ, ત્યારે કોરોનાનો નવો વેરિઅંટ આવી જાય છે. વર્ષ 2020માં અમે લગ્નની બધી તૈયારીઓ કરી લીધી હતી અને વેન્યુ પણ બુક થઇ ગયું હતું. તે સમયે જ કોરોનાની પહેલી લહેર આવી અને લોકડાઉન લાદવામાં આવ્યું હતું. તો ભારતમાં બીજી લહેરે તો તબાહી મચાવી હતી. ઘણા લોકો તો એવા પણ હતા કે અમારા પછી મળ્યા તો પણ લગ્ન કરી લીધા છે. અમે પણ આ વર્ષે લગ્ન કરવા માગીએ છીએ, અમે સમય કાઢીશું.’

3 વર્ષ પહેલાં જ થઇ હતી સગાઈ
અલી અને રિચાએ 2019માં સગાઈ કરી હતી અને 2020માં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જો રિપોર્ટ્સનું માનીએ તો પહેલા બંનેએ લગ્ન માટે 21, 23 અને 24 એપ્રિલ નક્કી કરી હતી. કોરોનાના લોકડાઉનને કારણે તેઓએ તેમના લગ્ન કેન્સલ કરવા પડ્યા હતા અને હવે તે બંને સપ્ટેમ્બર 2022માં લગ્ન કરી રહ્યા છે.

કોરોના બન્યું લગ્નમાં વિલંબનું કારણ
ચઢ્ઢાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે અને અલી બંનેએ તેમના લગ્નનું પ્લાનિંગ કરી લીધું હતું અને આમંત્રણ જ મોકલવાનું હતું. કોરોનાને ધ્યાનમાં રાખીને અને તેમના પરિવારના વૃદ્ધ સભ્યોને કારણ કપલે રાહ જોવાનું નક્કી કર્યું હતું.

2012માં થઇ હતી બંનેની મુલાકાત
રિચા ચઢ્ઢા અને અલી ફઝલની મુલાકાત 2012માં ફિલ્મ ‘ફુકરે’ના સેટ પર મળ્યા હતા અને ટૂંક સમયમાં જ બંને પ્રેમમાં પડી ગયા હતા. સાત વર્ષ સુધી ડેટ કર્યા બાદ અલીએ વર્ષ 2019માં રિચાને પ્રપોઝ કર્યું હતું.

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories