HomeIndiaAdani Group:આજે 15 ટકાનો ઉછાળો-India News Gujarat

Adani Group:આજે 15 ટકાનો ઉછાળો-India News Gujarat

Date:

Adani Group: શેરમાં આવ્યો ઉછાળો, Adani Group ની આ કંપની દેશની ટોપ-10 કંપનીઓમાં સામેલ-India News Gujarat

  • Adani Group: માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની નંબર વન કંપની છે.
  • તે પછી આવે છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, HDFC Bank, ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી. અદાણી ગ્રીન હવે દસમા નંબરે પહોંચી ગઈ છે.
  • અદાણી ગ્રુપ (Adani Group)ની કંપનીઓનું પ્રદર્શન આ વર્ષે શાનદાર રહ્યું છે.
  • આ જૂથની સાત કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે અને આ સાત કંપનીઓએ છેલ્લા ત્રણ મહિનામાં રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. આજે અદાણી ગ્રીનનો શેર લગભગ 15 ટકાના ઉછાળા સાથે રૂ. 2665 પર બંધ રહ્યો હતો.
  • ટ્રેડિંગ દરમિયાન તે 20 ટકા વધીને રૂ. 2786ના સ્તરે પહોંચી ગયો, જે 52 સપ્તાહનો નવો રેકોર્ડ છે.
  • આજે અદાણી ગ્રીને (Adani Green) વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
  • અદાણી(Adani)  ગ્રીન ભારતની ટોપ-10 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે.
  • માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીએ એરટેલની માર્કેટ કેપને પાછળ છોડી દીધી છે.
  • NSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર આજની તેજી બાદ અદાણી(Adani group) ગ્રુપનું માર્કેટ કેપ વધીને 4.35 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • આજે એરટેલનું માર્કેટ કેપ 4.16 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે.
  • આ રીતે તે દેશની 10મી સૌથી મોટી કંપની બની. તે પહેલી કંપની છે જે નિફ્ટી-50માં સામેલ નથી, છતાં માર્કેટ કેપની દ્રષ્ટિએ તે દેશની ટોપ-10 કંપની છે.

Adani Group આ છે દેશની ટોપ-10 કંપનીઓ

  • માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની નંબર વન કંપની છે.
  • તે પછી આવે છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, HDFC Bank, ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી. અદાણી(Adani)  ગ્રીન હવે દસમા નંબરે પહોંચી ગઈ છે.

Adani Group 2 બિલિયન ડોલરનું રોકાણ મળે છે

  • આ શેરે છેલ્લા એક સપ્તાહમાં 26 ટકા, એક મહિનામાં 43 ટકા, ત્રણ મહિનામાં 70 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 100 ટકા વળતર આપ્યું છે.
  • વાસ્તવમાં અબુ ધાબીની ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (International Holding Company)એ અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓમાં 2 બિલિયન ડોલર એટલે કે 15 હજાર કરોડ રૂપિયાથી વધુનું ફંડ જમા કરવાની જાહેરાત કરી છે.
  • અદાણી ગ્રુપની(Adani Group)  આ ત્રણ કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝિસ છે.
  • આ જાહેરાત બાદ આજે તેના શેરમાં વધારો નોંધાયો છે.

Adani ગ્રીનમાં 3,850 કરોડનું રોકાણ

  • ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની અદાણી (Adani) ગ્રીન એનર્જી લિમિટેડમાં રૂ. 3850 કરોડ અને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડમાં રૂ. 3850 કરોડનું રોકાણ કરશે.
  • બાકીના રૂ. 7,700 કરોડનું રોકાણ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં કરવામાં આવશે.
  • અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ અને ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની પાસે ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી અને એનર્જી ટ્રાન્સમિશન માટે મોટી યોજનાઓ છે. બંને કંપનીઓ વચ્ચે એક નવો સંબંધ શરૂ થયો છે.
  • આવનારા સમયમાં અમે ભારતમાં સંયુક્ત આરબ અમીરાત પાસેથી રોકાણ વધવાની અપેક્ષા રાખીએ છીએ.

તમે પણ આ વાંચી શકો છો –

Fact Check: PIN ચોરી, જાણો RBIના દાવાની સંપૂર્ણ સત્યતા

તમે પણ આ વાંચી શકો છો –

SMC Property Tax: વ્યાજ માફી યોજનાની મુદત લંબાવી

SHARE

Related stories

Blinkit:તમારો ઓર્ડર હિસ્ટરી કેવી રીતે કાઢી શકો છો -India News Gujarat

Blinkit: એક સરળ સુવિધા જે વપરાશકર્તાઓને તેમના બ્લિંકિટ ઓર્ડર...

Latest stories