HomeIndia74th Independence Day: સ્વતંત્રતા દિવસ સમારોહ માટે લાલ કિલ્લા પર લગાવાઈ રહ્યો...

74th Independence Day: સ્વતંત્રતા દિવસ સમારોહ માટે લાલ કિલ્લા પર લગાવાઈ રહ્યો છે કોરોના પ્રૂફ લેપ, જાણો આ વખતે કેવો રહેશે કાર્યક્રમ?

Date:

નવી દિલ્હીઃ કોરોનાના કારણે આ વખતે લાલ કિલ્લા પર થનારો સ્વતંત્રતા દિવસ સમારોહ ખૂબ જ સિમિત લોકોની હાજરીમાં યોજાશે. કાર્યક્રમમાં ઘણાં પરિવર્તનો જોવા મળશે. ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને પણ પત્ર લખીને કહ્યું છે કે, મોટી રેલીઓથી બચે, અને વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે. મળતી માહિતી પ્રમાણે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ 21 તોપોની સલામી આપવામાં આવશે. અને પછી વડાપ્રધાન મોદીનું સંબોધન થશે. રાષ્ટ્રગીત સાથે જ કાર્યક્રમનું સમાપન થશે.

કોરોનાથી બચવા માટે તે તમામ સ્થાનો પર કોવિડ-19થી બચી શકાય તે માટે કોટિંગ લગાવાશે. જે કોરોનાના વાયરસને પાંચ સાત દિવસ સુધી તે સ્થાન પર ફેલાવા નહિ દે. જે સ્થાનો પર વડાપ્રધાન મોદી હાથ લગાવી શકે છે તેને ધ્યાનમાં રાખીને રેલિંગ વગેરે પર કોટિંગ લગાવાશે. વડાપ્રધાન મોદી ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત લગભગ 150 મહેમાનોને પણ આ કોટિંગના કારણે કોરોના સંક્રમણથી બચવામાં મદદ મળશે. દર વર્ષે સ્વતંત્રતા દિવસના સમારોહમાં બાળકોને બેસાડવામાં આવતા હતા, પરંતુ આ વર્ષે કોરોના કાળને કારણે બાળકોને બોલાવવામાં આવ્યા નથી.

આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહમાં કોરોના વોરિયર્સને ખાસ કરીને સામેલ કરાશે. કહેવાઈ રહ્યું છે કે, લગભગ દોઢ હજાર કોવિડ વોરિયર્સ આ સમારોહમાં ભાગ લેશે. જેમાં દિલ્હી પોલીસના 200 જવાનો ઉપરાંત પેરામિલિટરી ફોર્સીસના જવાનોને સામેલ કરાશે. કોરોનાથી સાજા થયેલા લોકોને પણ સ્વતંત્રતા દિવસ સમારોહના કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે. આ વખતે લાલકિલ્લા પર સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેટલ ડિટેક્ટરની પાસે જ્યાં જવાન તૈનાત હશે તે પીપીઈ કિટ પહેરેલા હશે. સાથે જ દરેક સ્થળે હેન્ડ સેનેટાઈઝર મૂકવામાં આવ્યા હશે, અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ફરજિયાત હશે.

લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોમાં ભાગ લેનારા માટે માસ્ક ફરજિયાત હશે. એટલું જ નહિ, તેમના મોબાઈલ પર આરોગ્ય સેતુ એપમાં સ્ટેટસ ગ્રીન જોઈને પ્રવેશ આપવામાં આવશે. ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહની થીમ ‘આત્મનિર્મભર ભારત’ પર આધારિત હશે. ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમારોહ માટે ગાઈડલાઈન્સ જારી કરી દીધી છે.

SHARE

Related stories

Latest stories