HomeIndiachild-pilot:સાત વર્ષના બાળકનો વિમાન ઉડાવતો વિડીયો જોઈને ભલભલા રહી ગયા દંગ -India...

child-pilot:સાત વર્ષના બાળકનો વિમાન ઉડાવતો વિડીયો જોઈને ભલભલા રહી ગયા દંગ -India News Gujarat

Date:

child-pilot નો વિડીયો લાખો લોકોએ જોયો

child-pilot:સાત વર્ષના ટેણિયાનો વિડીયો યુટ્યુબ પર 310 પાયલોટ નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં બાળકની સાથે એક પ્રોફેશનલ પાઇલોટ પણ જોવા મળી રહ્યા છે. નવેમ્બર 2021માં સાત વર્ષના બાળકનો વિમાન ઉડાવતો વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો. જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે મીની પ્લેનમાં બે લોકો બેઠેલા છે. જેમાંથી એક બાળક છે જ્યારે તેની બાજુમાં એક પ્રોફેશનલ પાઇલોટ પણ મોજૂદ છે. આ પ્લેન રનવે પરથી ઉડે છે અને થોડી જ વારમાં આકાશમાં ચડી જાય છે. આ પ્લેનમાં જે બાળક છે તે પ્રોફેશનલ પાઇલોટની જેમ વર્તન કરી રહ્યો છે અને કંટ્રોલ રૂમ સાથે વાત કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

પાયલોટ જેવું વર્તન કરતા આ બાળક ખૂબ જ ખુશ દેખાય છે. જો કે આ વાયરલ વિડીયો અંગે ચેનલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. હકીકતમાં આ બાળક પ્રોફેશનલ પાયલોટની બાજુની સીટ પર બેસેલો છે પાઇલોટ જેવી એક્ટિંગ કરી રહ્યો છે. આ ફ્લાઇટની ઉડાન અમેરિકાના શિકાગો એરપોર્ટ પરથી ભરાઇ હતી. આ વીડિયોને જોઈને એવું લાગે છે કે સાત વર્ષમાં ટેણીયો વિમાન ઉડાવી રહ્યો છે. વાયરલ વીડીયો લાખો લોકોએ જોયો છે અને વિડિયો જોતાની સાથે જ લોકો દંગ રહી ગયા છે.-India News Gujarat

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Amul Milk:સારા સમાચાર! અમૂલે દૂધના ભાવ ઘટાડ્યા, નવા દરો તપાસો-India News Gujarat

Amul Milk: અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો...

Latest stories