HomeGujarat400th birth anniversary -શીખ ગુરુ તેગ બહાદુરની 400મી જન્મજયંતિ-India News Gujarat

400th birth anniversary -શીખ ગુરુ તેગ બહાદુરની 400મી જન્મજયંતિ-India News Gujarat

Date:

400th birth anniversary -શીખ ગુરુ તેગ બહાદુરની 400મી જન્મજયંતિ-India News Gujarat

Guru Tegh Bahadu Jayanti 2022 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) લાલ કિલ્લા પર શીખ ગુરુ તેગ બહાદુરની (Guru Tegh Bahadur) 400મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે.ઉપરાંત PM આ પ્રસંગે ખાસ સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM narendra modi)  આજે 21 એપ્રિલે સાંજે દિલ્હીના લાલ કિલ્લા ખાતે શીખ ગુરુ તેગ બહાદુર જીના (Guru Tegh Bahadur)  400મા પ્રકાશ પર્વની ઉજવણીમાં ભાગ લેશે.
  • તેઓ સભાને સંબોધશે અને આ પ્રસંગે સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. તમને જણાવવું રહ્યુ કે, બે દિવસીય આ કાર્યક્રમનો બુધવારે પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્ર સરકાર (Central Government)  અને દિલ્હી (Delhi) શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન

  • દેશના વિવિધ ભાગોમાંથી ભજન કીર્તન ગાયકો અને બાળકોએ બુધવારના સમારોહમાં હાજરી આપી હતી. આજે શીખ ગુરુ તેગ બહાદુરના(Guru Tegh Bahadur) જીવન પર આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ કરવામાં આવશે.
  • પીએમઓએ(PMO)  કહ્યું કે આ સમારોહ દરમિયાન શીખોની પરંપરાગત માર્શલ આર્ટ ‘ગતકા’નું પણ આયોજન કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમઓ અનુસાર, આ ઈવેન્ટનો હેતુ ગુરુ તેગ બહાદુરના ઉપદેશોને ઉજાગર કરવાનો છે.
  • વધુમાં પીએમઓએ કહ્યું કે શીખ ગુરુએ વિશ્વના ઇતિહાસમાં ધર્મ અને માનવીય મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. કાશ્મીરી પંડિતોની ધાર્મિક સ્વતંત્રતાનું સમર્થન કરવા બદલ મુઘલ શાસક ઔરંગઝેબના આદેશ પર તેમને ફાંસી આપવામાં આવી હતી.
  • તમને જણાવી દઈએ કે, ગુરુ તેગ બહાદુરની પુણ્યતિથિ (24 નવેમ્બર) દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દિલ્હીમાં ગુરુદ્વારા સીસ ગંજ સાહિબ અને ગુરુદ્વારા રકાબ ગંજ તેમના પવિત્ર બલિદાન સાથે સંકળાયેલા છે. તેમનો વારસો દેશ માટે એકતાના મહાન પ્રેરક બળ તરીકે કામ કરે છે.

વતનમાં વડાપ્રધાનની મુલાકાત

  • ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીના(PM Modi)  પ્રવાસના અંતિમ દિવસે ગાંધીનગર મહાત્મા મંદિરમાં ત્રણ દિવસની આયુષ સમિટનું ઉદઘાટન (inauguration) કરાવ્યુ .
  • આ કાર્યક્રમમાં WHOના મહાનિર્દેશક પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ 22 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ – શિલાન્યાસ કર્યુ અને આદિજાતિ મહાસંમેલનને સંબોધન પણ કર્યું.

તમે આ પણ વાંચી શકો છો –

Credit Card:હવે તમે તમારા ફોટાવાળો ક્રેડિટ કાર્ડ બનાવી શકો છો

તમે આ પણ વાંચી શકો છો –

UPSC CAPF 2022: UPSC CAPF – ક્યાં અને કેવી રીતે મળશે નોકરી જાણો ભરતીની સંપૂર્ણ વિગતો

SHARE

Related stories

Latest stories