1000ltr. Buttermilk Distribution : પાલનપુર યુવા ભાજપ દ્વારા 1000 લી. છાશનું વિતરણ, પક્ષિયો માટે કુંડમાં પાણી ભરાયું
1000ltr. Buttermilk Distribution : પ્રશાંતભાઈ કોરોટના હસ્તે સ્ટોલને ખુલ્લો મુકાયો સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ શરૂ.
પાલનપુર યુવા ભાજપ દ્વારા ગુરુનાનક ચોકમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેને ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખના હસ્તે સ્ટોલ ખુલ્લો મુકી છાશ વિતરણ કરવામાં આવી હતી. તે સાથે સમગ્ર ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવે અને લોકોને ઉપયોગી થાઈ, મફત છાશ વિતરણનું કાર્યક્રમ કરે તે સાથે પક્ષિયો માટે કુંડમાં પાણી ભરી પક્ષિયોને રાહત મળે તે માટે સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ શરૂ કરાયા છે.
ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે. 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે જેના પગલે બનાસકાંઠા ભાજપ યુવા મોરચા દ્વારા કાળજાળ ગરમીમાં લોકોને ઠંડક મળે તે માટે વિનામૂલ્યે છાશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરોટના હસ્તે સ્ટોલ ને ખુલ્લો મૂકી છાશ વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, રેખાબેન ચૌધરી, યુવા ભાજપ પ્રમુખ સાગરભાઇ ચૌધરી, સાગરભાઇ જાની, મહામંત્રી અતુલભાઈ જોશી, નિલેશભાઈ મોદી ,સહિત યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી અને લોકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રમુખ ભાજપ પ્રદેશ યુવા મોરચા દ્વારા જાણવા મળ્યું હતું કે છાશ વિતરણ સાથે પક્ષિયોને પણ ગરમીમાં ભટકવું નહીં પડે તે માટે કુંડા વિતરણનું કાર્યક્રમ પણ યોજાયું હતું.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.