1,00,000 Diya’s Distribution : વિધાનસભાની બહેનોને એક લાખ માટીના દિવડાઓનું વિતરણ. 22 તારીખે પ્રાણપ્રતિષ્ઠા સમયે દીપો પ્રજ્વલિત કરાયા.
૧ લાખ માટીના દિવડા ઓનું વિતરણ
અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પૂર્વ કેબીનેટ મંત્રી અને માંગરોળનાં ધારાસભ્ય. ગણપતસિંહ વસાવા દ્વારા માંગરોળ વિધાનસભાની બહેનોને ૧ લાખ માટીના દિવડા ઓનું વિતરણનો પ્રારંભ. સેલારપુર ગામથી કરાયો હતો જેમાં સેલારપુર પ્રાથમિક શાળામાં દિવડા વિતરણનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો.
ભકતોમાં અનેરો ઉત્સવ જોવા મળી રહયો હતો
તા. ૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. આ કાર્યક્રમ સમગ્ર ભારતદેશમાં રામ ભકતોમાં આ દિવસને લઈને અનેરો ઉત્સવ જોવા મળી રહયો હતો. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ વિધાનસભામાં સમાવિષ્ટ માંગરોળ/ઉમરપાડા તાલુકા અને તરસાડીનગરની બહેનોને. પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઘ્વારા ૧ લાખ માટીના દિવડાઓનું વિતરણનો પ્રારંભ સેલારપૂર ગામથી કરવામાં આવ્યો હતો.
1,00,000 Diya’s Distribution : દિવડાઓ પ્રગટાવી દિવાળીની જેમ ઉજવણી કરવા માટે આહવાન
૨૨ તારીખે રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા દિવસે દિવડાઓ પ્રગટાવી દિવાળીની જેમ ઉજવણી કરવા માટે આહવાન કરાયું હતું. આ વિતરણમાં સુરત જીલ્લા પંચાયતના સદસ્ય દિનેશ સુરતી, સેલારપૂરના સરપંચ, મહિલાઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.
તમે આ પણ વાચી શકો છો :
Cold Wave: કોલ્ડવેવ સાથે ધુમ્મસનો કહેર
તમે આ પણ વાચી શકો છો :