સચિન વાઝે કેસમાં નવો ખુલાસો
સચિન વાઝેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે….સચિન વાઝે માટે મુંબઇના ઉદ્યોગપતિ મનીષ છાજદે હોટલ ટ્રાઇડન્ટમાં એક ટ્રાવેલ એજન્સી મારફતે રૂમ બુક કરાવ્યો હતો. સૌ પ્રથમ વાઝે આ હોટલમાં 31 જાન્યુઆરીએ 5 દિવસ માટે રોકાયા હતાં. વાઝે માટે રૂમ બુક કરાવનાર એજન્સીએ સુશાંત ખામકરના નામે રૂમ બુક કરાવ્યો હતો. વાઝેએ સુશાંતના નામે બનાવટી આધારકાર્ડ બનાવ્યું હતું. મનીષ છાજદે વાજેની હોટલમાં લાખો રૂપિયાનું બિલ ચુકવ્યું હતું.
એન્ટિલિયા કેસમાં API સચિન વાઝેની ધરપકડ કરાઈ છે
એન્ટિલિયા કેસમાં રોજ નવાં ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે API સચિન વાઝે વિશે રોજ નવાં ઘટસ્ફોટ થઈ રહ્યા છે. 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપમાં સચિન વાઝે ઘેરાયેલા છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે, સચિન વાઝે માટે મુંબઈના એક સોનાના વેપારીના કહેવાથી 25 લાખ રૂપિયામાં 100 દિવસ માટે મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં રૂમ બુક કરાવવામાં આવ્યો હતો. આ રૂમનું રોજનું ભાડું રૂ. 10 હજાર હતું. અને NIAને હોટલમાંથી ઘણાં પુરાવા મળ્યા છે. સીસીટીવી ફૂટેજ, બુકિંગ રેકોર્ડ અને સ્ટાફનાં નિવેદનો પણ સામે આવ્યાં છે. NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે સચિન વાઝે માટે મુંબઈના એક ટ્રાવેલ એજન્ટના સોનાના વેપારીના કહેવાથી 19મા ફ્લોર પર રૂમ નંબર 1964 બુક કરવામાં આવ્યો હતો. આઈડી પ્રૂફમાં હોટલમાં તેમનું ફેક આધાર કાર્ડ આપવામાં આવ્યું હતું. જેમાં સચિન વાઝેનું નામ સુશાંત સદાશિવ ખામકર દર્શાવવામાં આવ્યું હતું. આ કેસમાં રૂમ બુક કરાવનાર વેપારી સાથે NIAની ટીમે પૂછપરછ કરી.