HomeCorona Updateદેશમાં કોરોનાનો પગ પેસારો

દેશમાં કોરોનાનો પગ પેસારો

Date:

કોરોના બેફામ

દેશભરમાં કોરોનાવાયરસના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર ભારતમાં નવા 53 હજાર 476 કેસ નોંધાયા છે. છેલ્લાં 1 જ દિવસમાં દેશમાં કોરોનાને કારણે  251 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી કોરોનાના કુલ 1 કરોડ 17 લાખ 87 હજાર 534 નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત અત્યાર સુધીમાં દેશમાં 1 લાખ 60 હજાર 692 લોકોનાં મોત થયાં છે. પાંચ મહિના પછી  કોવિડ -19ના 50 હજારથી વધુ નવાં કેસ આવ્યા છે. અગાઉ 23 ઓક્ટોબર 2020ના રોજ દેશમાં કોરોનાવાયરસના 50 હજારથી વધુ કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાએ પોતાનું વિકરાળ રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. 152 દિવસ બાદ દેશમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.

કોરોનાનો વિકરાળ રૂપ
દેશમાં કોરોનાને કારણે સ્થિતિ વકરી

કેટલાંક રાજ્યોમાં કોરોનાનો વિકરાળ રૂપ

દેશમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. કેટલાંક રાજ્યોમાં કોરોનાનું વિકરાળ રૂપ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે સ્થિતિ બેેકાબૂ થઈ ગઈ છે. ઉપરાંત રાજધાની દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 1200થી વધુ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં 4890 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં માર્ચ મહિનામાં માત્ર 3500 એક્ટિવ કેસ વધ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડાઓએ ચોંકાવ્યા. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના 32,000થી વધારે કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં રિકવરી રેટ રિકવરી રેટ 88.21 ટકા થયો છે. અહીં એક્ટિવ કેસની સંખ્યા 2,47,299 છે.

 

 

 

 

 

 

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories