કોરોનાને કાબૂમાં કરવા વડાપ્રધાન મોદીએ યોજી બેઠક
દેશમાં કોરોનાનો કાળો કહેર ફરી એકવાર શરૂ થઈ ગયો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી. આ બેઠકનું આયોજન વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યુ. દેશભરમાં કોરોનાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બેઠકમાં વડાપ્રધાન મોદીએ દરેક મુખ્યમંત્રીને કહ્યું હતું કે આપણે વેક્સિનેશન પર ભાર વધારવાની જરૂર છે. ગામડામાં કોરોના વધશે તો મુશ્કેલી થઈ જશે. સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર ચિંતાનો વિષય કારણ બન્યું છે.
અત્યારે કોરોના પર કાબૂ મેળવવો અત્યંત આવશ્યક, નહીંતર સ્થિતિ વણસી શકે છે, દેશમાં કોવિડ વેક્સિનેશન સફળતાપૂર્વક ચાલી રહ્યું છેઃ PM મોદી
દેશમાં કોરોનાના કેસ વધતાં વડાપ્રધાને બોલાવી બેઠક, તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરીવીડિયો-કોન્ફરન્સમાં મમતા બેનર્જી અને છત્તીસગઢના CM ભૂપેશ બધેલે હાજર ન રહ્યાં
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે, આપણે વેસ્ટ થતી વેક્સિન રોકવી પડશે, તેમની એક્સપાયરી ડેટ જોવી પડશે. જે વેક્સિન પહેલા આવી છે એનો ઉપયોગ પહેલા કરવો પડશે.
આપણે એ ગણતરીના દેશોમાં જ્યાં કોરોનાને કારણે મૃત્યુદર સૌથી ઓછો
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતમાં 96 ટકા કરતાં પણ વધારે કેસ રિકવર થઈ ગયા છે. અને ભારત એ ગણતરીના દેશોમાં સામેલ છે જ્યાં મૃત્યુદર સૌથી ઓછો છે. કોવિડ-19થી પ્રભાવિત મોટા ભાગના દેશોમાં કોરોનાની નવી લહેર આવી છે. દેશમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સમગ્ર દેશના 70 જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો થઈ ગયો છે. જો આ લહેરને અટકાવવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર દેશમાં કોરોનાના કેસ પહેલાંની જેમ વધી શકે છે.