VVPAT પર સુપ્રીમ કોર્ટમાં પિટિશન: VVPAT સ્લિપનું વેરિફિકેશન EVM મતોની ગણતરીની શરૂઆતમાં થવું જોઈએ, આવતીકાલે સુનાવણી- INDIA NEWS GUJARAT
SC agrees to hear tomorrow a PIL seeking VVPAT verification at the beginning of counting of EVM votes instead of verifying it at the end of counting. "Inform the Election Commission of India, let's see what can be done," says Supreme Court. pic.twitter.com/VLar3be8Wn
— ANI (@ANI) March 8, 2022
જાણો સુપ્રીમ કોર્ટે શું ટિપ્પણી કરી
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે VVPAT અંગે ચૂંટણી પંચને જાણ કરી છે અને જોઈએ કે VVPAT મામલે શું કરી શકાય. પાંચ રાજ્યો જ્યાં ચૂંટણી યોજાઈ છે તેમાં પંજાબ, ગોવા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરનો સમાવેશ થાય છે. યુપીમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. ગઈકાલે રાજ્યમાં છેલ્લા તબક્કાનું મતદાન થયું હતું. બીજી તરફ ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં એક જ તબક્કામાં મતદાન થયું છે. મણિપુરમાં બે તબક્કામાં મતદાન થયું છે. તમામ રાજ્યોમાં મતગણતરી 10 માર્ચે થશે.
જાણો શું છે VVPAT
ઇવીએમ મશીન સાથે ટેર વેરિફાઇેબલ પેપર ઓડિટ ટ્રેલ જોડાયેલ છે. ઈવીએમમાં વોટ નાખ્યા બાદ તેમાંથી એક VVPAT સ્લિપ નીકળે છે. આ VVPAT સ્લિપમાં તમે કયા ઉમેદવાર અથવા પક્ષને તમારો મત આપ્યો છે તેની માહિતી શામેલ છે. એટલે કે, VVPAT સ્લિપ પુષ્ટિ કરે છે કે તમારો મત કોને ગયો છે. આ સ્લીપમાં ઉમેદવારનું નામ અને તેમનું ચૂંટણી ચિન્હ છપાયેલ છે. તેની સ્લીપ મતદારને આપવામાં આવતી નથી.
આ પણ વાંચી શકો Flipkart Big Saving Days : 12 માર્ચથી શરૂ થશે, જુઓ ઑફર્સ અને ડીલ્સ
આ પણ વાંચી શકો જાણો વિશ્વની આ શક્તિશાળી મહિલાઓ વિશે-INDIA NEWS GUJARAT