HomeIndiaYOUTUBE પર Chandrayaan-3 નું લાઇવ સ્ટ્રીમિંગે રેકોર્ડ બનાવ્યો, વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી...

YOUTUBE પર Chandrayaan-3 નું લાઇવ સ્ટ્રીમિંગે રેકોર્ડ બનાવ્યો, વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી ઇવેન્ટ બની…

Date:

ભારતે બુધવારે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. દેશના ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું છે. એટલું જ નહીં, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. આ સાથે ISROની લાઈવ સ્ટ્રીમિંગ લિંકે પણ YouTube પર ઈતિહાસ રચ્યો છે. તમને જણાવી દઈએ કે લગભગ 8.06 મિલિયન લોકોએ ચંદ્રયાન-3 મિશનના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ જોયું, જેણે યુટ્યુબના ઈતિહાસના તમામ રેકોર્ડને નષ્ટ કરી દીધા છે.

6.15 મિલિયન એક સાથે જોવાયા
જ્યારે YouTube પર અત્યાર સુધી બ્રાઝિલ વિ. કોરિયાની ફૂટબોલ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ એક સાથે 6.15 મિલિયન લોકોએ જોયું હતું, જેને બુધવારે (23 ઓગસ્ટ) ચંદ્રયાન-3 મિશનના લાઇવ સ્ટ્રીમિંગથી માત આપવામાં આવી હતી. આ સિવાય ત્રીજા નંબર પર બ્રાઝિલ વિ ક્રોએશિયા ફૂટબોલ મેચ હતી, જેને લગભગ 5.2 મિલિયન લોકોએ એક સાથે નિહાળી હતી.

સબ્સ્ક્રાઇબર્સ કરતાં વધુ દર્શકો
ઈસરોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પહેલા સબસ્ક્રાઈબર્સની સંખ્યા 2.68 મિલિયન એટલે કે લગભગ 26 લાખ હતી, જે હવે સફળ લેન્ડિંગ બાદ વધીને 35 લાખ થઈ ગઈ છે. લેન્ડિંગનું જીવંત પ્રસારણ લગભગ 1 કલાક 11 મિનિટ સુધી ચાલ્યું અને માત્ર એક કલાકમાં ISROએ 9 લાખ સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે. ઇસરોના લાઇવ બ્રોડકાસ્ટમાં સબસ્ક્રાઇબર્સ કરતાં 3 ગણા વધુ એક સાથે જોવાયા છે.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories