Wildlife Treatment Center: દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે, વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં “વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Wildlife Treatment Center: મહત્વપૂર્ણ સેવાનો શુભારંભ
વન્ય પ્રાણી અભિયારણ એવા ડાંગ જિલ્લામાં સૌથી મહત્વપૂર્ણ પશુ ચીકીત્સા સેવાનો પ્રારંભ થયો. વાંસદા નેશનલ પાર્કમા પ્રથમવાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતા અહીં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે આ અગાઉ ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ અને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા. જેમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી જેમાથી વન વિભાગને હવે રાહત મળશે. આ સાથે દીપડા જેવા પ્રાણીઓને રેસ્ક્યુ કરવા માટે અહીં ગુજરાતમા સૌ પ્રથમવાર હાઇડ્રોલિક સિસ્ટમની વાન પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનાથી પ્રાણીઓનું રેસ્ક્યુ સરળતાથી થઈ શકશે.
પશુ ચીકીત્સા સેવાનો અત્યાર સુધી હતો અભાવ
આ પ્રસંગે દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ રાધાક્રિષ્ના પ્રસાદે “વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર” ની સુવિધાઓથી સૌને વાકેફ કરાવ્યા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, નર્મદા તેમજ ડાંગ જિલ્લાના જંગલ માંથી વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરી, વાંસદા નેશનલ પાર્કના નવતાડ ખાતેના વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમા સારવાર અર્થે લાવવામાં આવશે. અહીં ઘવાયેલા પશુઓ તેમજ પ્રાણીઓને પ્રાથમિક આરોગ્ય સારવાર પુરી પાડવામાં આવશે. વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમા પ્રાણીઓ તેમજ પશુઓને રેસ્ક્યુ કરવા માટેના સાધનો ઉપલબ્ધ છે. તેમ રવિ રાધાક્રિષ્ના પ્રસાદે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું.
વન્ય પ્રાણી સહિત અન્ય પશુને બીમારી કે અકસ્માતમાં ઘાયલ અવસ્થામાં ત્વરિત સારવારના અભાવે ઘણા કિસ્સામાં પશુનું મૃત્યુ થવાના કિસ્સા બનતા હતા આવા કિસ્સાને રોકવા ડાંગ વિસ્તારમાં આ સુવિધાની મોટી જરૂરિયાત હતી પરંતુ અત્યાર સુધી આવી સુવિધાને અભાવના કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હતી જેનાથી હવે ડાંગ સહિતના આજુબાજુના જિલ્લાઓના પશુને આનો લાભ મળશે.
તમે આ પણ વાંચી શકો છો:
ST Bus Launch: વાહન વ્યવહાર મંત્રી દ્વારા 100 નવી સ્લીપિંગ અને ડીલક્ષ એક્સપ્રેસ બસોનું લોકાર્પણ
તમે આ પણ વાંચી શકો છો:
Yaha Mogi Mata: કુળદેવી માતાના મેળાની તડામાર તૈયારી, પરંપરાગત ભાતીગળ મેળાની પૂર્વ તૈયારીઓ અંગે બેઠક