HomeHealthIce Dish: સુરતમાં આઇસ ડિશ ખાતા પહેલા ચેતવા જેવું, પાલિકાએ શરૂ કરેલ...

Ice Dish: સુરતમાં આઇસ ડિશ ખાતા પહેલા ચેતવા જેવું, પાલિકાએ શરૂ કરેલ રિપોર્ટમાં ત્રણ નમૂના ફેલ – INDIA NEWS GUJARAT

Date:

Ice Dish: આરોગ્ય વિભાગ દ્વારા અડાજણમાં સેમ્પલ લીધાના 4 દિવસમાં 5 હજાર લોકોએ આઇસ ડિશ ખાધા પછી નમૂનાં ફેલનો રીપોટ આવતા હવે પાલિકા તંત્ર દ્વારા ત્રણ જેટલા આઈસ વિક્રેતા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આઇસડિશની 23 દુકાનો માંથી 16 સેમ્પલો લેવાયા

સુરત માં હાલ ગરમીનો પારો ઊચો જઈ રહ્યો છે ત્યારે ઠંડા પીણાં અને બરફ ગોળા ખાવા વાળા ની સંખ્યામાં ખૂબ વધારો નોંધાઈ રહ્યો છે,જેને ધ્યાનમાં રાખી મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આવા મોટા વિક્રેતા વન ત્યાં તપાસ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે ચાર દિવાસ બાદ ફેલ નો રિપોર્ટ આવતા હવે પાલિકા તંત્ર દ્વારા આ તમામ વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાય છે.. ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાલૂંકેએ જણાવ્યું કે, 16 સંસ્થાઓ માંથી ક્રિમ, સિરપ, મેવા, બરફના કુલ – 23 નમૂનાં લીધાં હતાં, જેમાંથી 3 સંસ્થાના ક્રીમના 2 અને સિરપનો 1 નમૂનો ફેલ ગયાં છે. આ સંસ્થાઓ સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર ફરિયાદ દાખલ કરાશે. હાલ 22 કિલો સિરપ અને ક્રિમનો નાશ કરાયો છે.

Ice Dish: આઇસ ડિશ ખાધા પછી નમૂનાં ફેલ

પાલિકાના દાવા પ્રમાણે, શહેરમાં એક સ્થળે સરેરાશ 250 થી 500 લોકો રોજ આઇસ ડિશ ખાવા આવે છે. આમ, નમૂનાં લીધાના 4 દિવસમાં 5000 લોકોએ આઇસ ડિશ ખાઈ કાઢી હતી. જેને વિવિધ એલર્જી સહિતની તકલીફ થઈ શકે એવા કન્ટેન્ટ આ સેમ્પલ માં જણાય આવ્યા હતા. આઈસ ડીસના લેવામાં આવેલા સેમ્પલમાં ક્રિમમાં ફેટ 60% થી ઓછું હતું, જેના કારણે એલર્જી થઈ શકે છે.. વરાછા, ઘોડદોડ, સિંગણપોર સહિતનાં સ્થળોએથી લીધેલાં 16 નમૂના માંથી 3 ફેલ થયા છે, ત્યારે એક સ્થળેતો આઈસ ડીસ ખાવા માટે ટોકન અપાય છે. આઈસ ડિશમાં વપરાતા ક્રિમ-સિરપ ઉતરતી કક્ષાના હોવાનો લેબ રિપોર્ટ આવ્યો છે. અડાજણમાં સેમ્પલ લીધાના 4 દિવસમાં 5 હજાર લોકોએ આઇસ ડિશ ખાધા પછી નમૂનાં ફેલ જણાઈ આવ્યા છે.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા

SHARE

Related stories

Latest stories