HomeBusinessGeneric Medicines: સસ્તી દવાથી ઈલાજની આશા ઉપર પાણી ફરી વળશે?-India News Gujarat

Generic Medicines: સસ્તી દવાથી ઈલાજની આશા ઉપર પાણી ફરી વળશે?-India News Gujarat

Date:

  • Generic Medicines: નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission) એટલે કે NMC એ ડોક્ટરોને દર્દીઓને માત્ર જેનરિક દવાઓ(Generic medicines) લખવાનો આદેશ આપ્યો હતો પરંતુ હવે NMCએ આ નિર્ણય પરત લેવો પડ્યો છે. કમિશને તેના આદેશમાં ફેરફાર કરવો પડ્યો છે.
  • નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission) એટલે કે NMC એ ડોક્ટરોને દર્દીઓને માત્ર જેનરિક દવાઓ(Generic medicines) લખવાનો આદેશ આપ્યો હતો પરંતુ હવે NMCએ આ નિર્ણય પરત લેવો પડ્યો છે. કમિશને તેના આદેશમાં ફેરફાર કરવો પડ્યો છે.
  • ડોકટરોના દબાણમાં આવ્યા બાદ NMCએ પીછેહઠ કરતા કહ્યું છે કે ડોકટરો હવે જેનરિક દવાઓ સિવાય અન્ય દવાઓ પણ લખી શકશે.
  • NMCના આદેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યા બાદ હવે ડોક્ટરો દર્દીઓને જેનરિક દવાઓની સાથે અન્ય બ્રાન્ડેડ દવાઓ પણ લખી શકશે

NMC નો આદેશ શું હતો?

  • NMCએ 2 ઓગસ્ટના રોજ એક આદેશ જાહેર કર્યો હતો જે મુજબ ખાનગી ડોક્ટરોએ(Private doctors)દર્દીઓને માત્ર જેનરિક દવાઓ લખવાની હતી.
  • NMCના આ આદેશનો ખાનગી ડોક્ટરો અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(Indian Medical Association) દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
  • ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશ (Federation of Resident Doctors Association)ને આ મામલે કેન્દ્ર સરકાર(The central government) સાથે વાત કરી હતી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા(Mansukh Mandaviya – Union Health Minister)એ પણ આ મામલે વાત કરી હતી ત્યારબાદ NMCએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

તબીબોએ વિરોધ કરતાં સરકારની પીછે હઠ

  • ડોક્ટરોના વિરોધ બાદ MMCએ પોતાનો નિર્ણય બદલ્યો છે.
  • ડૉક્ટરોનું કહેવું છે કે ભારતમાં જેનરિક દવાઓની ગુણવત્તા સારી નથી. તેના ઉપયોગથી દર્દીઓને જીવનું જોખમ થઈ શકે છે.
  • તમને જણાવી દઈએ કે, જેનરિક દવા કોઈપણ બ્રાન્ડેડ દવા કરતા સસ્તી હોય છે.
  • આ માટે દર્દીઓને ઓછો ખર્ચ કરવો પડે છે અને તેના કારણે સ્વાસ્થ્ય પરનો ખર્ચ પણ ઓછો થાય છે.

બ્રાન્ડેડ દવાઓ મોંઘી હોય છે

  • RPM રેગ્યુલેશન 2023 માં ડોકટરોને વધુ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.
  • નોંધપાત્ર રીતે બ્રાન્ડેડ જેનેરિક દવાઓ એવી છે કે જેની પેટન્ટ સમાપ્ત થઈ ગઈ છે અથવા જે પેટન્ટની બહાર છે. તે બજારમાં બ્રાન્ડ નામો હેઠળ વેચાય છે.
  • આ દવાઓ કોઈપણ પેટન્ટ દવા કરતાં ઓછી ખર્ચાળ છે.
  • જેનરિક દવાઓ પર NMCનો નિર્ણય એટલા માટે પણ હતો કારણ કે બ્રાન્ડેડ દવાઓ મોંઘી છે.
  • ગરીબ વ્યક્તિ બ્રાન્ડેડ દવાઓથી પોતાની સારવાર કરાવી શકતી નથી. તેથી જ જેનેરિક દવાઓ મંજૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો –

Manipur CM Biren Singh meets Amit Shah: મણિપુરના સીએમ બિરેન સિંહે અમિત શાહ સાથે મુલાકાત કરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ બેઠકમાં હાજર રહ્યા

આ પણ વાંચો –

BJP will woo OBCs before 2024: ભાજપ 2024 પહેલા ઓબીસીને આકર્ષશે, દરેક વિધાનસભામાં 50-50 ટીમો તૈયાર રહેશે

SHARE

Related stories

Latest stories