HomeGujaratAnimal Husbandry Training Camp: ઓલપાડનાં કોબાગામે પશુપાલકોને માર્ગદર્શન આપી દૂધની ગુણવત્તા સુધારવા...

Animal Husbandry Training Camp: ઓલપાડનાં કોબાગામે પશુપાલકોને માર્ગદર્શન આપી દૂધની ગુણવત્તા સુધારવા પ્રયાસ – INDIA NEWS GUJARAT

Date:

Animal Husbandry Training Camp: પશુપાલન તાલીમ શિબિર કમ પ્રદર્શન યોજાયું
ઓલપાડનાં કોબાગામે જિલ્લા કક્ષાનું પ્રદર્શન
પશુપાલકોને માર્ગદર્શન આપી દૂધની ગુણવત્તા સુધારવા પ્રયાસ
પશુપાલન ખાતુ અને પશુ દવાખાનું ઓલપાડના સંયુકત ઉપક્રમે તથા કોબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ના સહયોગથી ઓલપાડ તાલુકાના કોબાગામે “જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર કમ પ્રદર્શન ’” યોજાયો હતો.

તેમજ જિલ્લાના નિષ્ણાંત વેટરનરી ડોકટરો દ્વારા પશુરોગ તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

પશુપાલન તાલીમ શિબિર કમ પ્રદર્શન યોજાયું

આ શિબિરમાં ર્ડો પાટીદારએ પશુપાલન વિશે અને પશુ માવજત વિશે વિસ્તૃત માહિતી આપી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે. પશુપાલન થકી છેવાડાના ગામડાના માણસોને સારી એવી રોજી રોટી પ્રાપ્ત થઈ છે. આ વિસ્તાર ના લોકો પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટે પશુ જ એક મોટામાં મોટું સાધન છે. વધુમાં તેમણે પશુઓની યોગ્ય કાળજી લેવા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા.

પશુઓને ઉત્તમ ખોરાક આપીએ તો તેનાથી પશુનું આયુષ્ય વધે અને દૂધની ગુણવત્તા વધે. આવા કેમ્પ યોજી પશુપાલકોને વધુમાં વધુ માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Animal Husbandry Training Camp: હાલ 4000 કરોડનો થાય છે દૂધ ઉત્પાદન

સુમુલ ડેરીના જયેશભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર પશુપાલક તથા ખેડૂતની આવક બમણી કરવાની જયારે વાત કરતા હોય ત્યારે 2014 માં સુમુલ ડેરી પશુપાલકો ને 1000 કરોડ ચૂકવતી હતી. જે હાલ 2024 માં 4000 કરોડ ચૂકવતી થઇ છે. સુમુલ ગોવા જેવી સીટીમાં રોજ નું 1.50 લાખ લીટર દૂધ વેચે છે તેમજ સૂકા ઘાસ ચારામાં પરારમા યુરિયા સારવાર તથા લીલા ઘાસ ચારાની વિસ્તૃત માહિતી આપી હતી. આવનાર દિવસો પશુપાલન અને ખેતીના આવવાના છે ત્યારે સરકાર દ્વારા કિમ તથા સાયણ જેવા દસ ગામડામા 108 જેવી જ પશુ સારવાર વેન ચાલુ કરવામાં આવી છે તેને અમે વધાવી હતી.

સુરત જિલ્લામાં ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી સારી એવી આવક મેળવી રહ્યા છે ત્યારે પશુપાલન વિભાગ દ્વારા આવા પશુ શિબિર યોજી રહ્યા છે જેથી પશુપાલકોને માર્ગદર્શન મળી રહ્યું છે. અને પશુપાલકો વધુ સારીરીતે પોતાનો વ્યવસાય કરી શકે અને પશુઓની માવજત કરી શકે એવો ઉદ્દેશ આ કેમ્પનો હતો.

તમે આ પણ વાંચી શકો છો:

Vadodara Boat Incident Update: બાળકોના મોત માટે કોણ જવાબદાર? – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:

PM MODIએ રામ મંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં 20થી વધુ દેશોની ટિકિટ સામેલ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories