HomeHealthAmarnath: યાત્રા માટે ફિટનેસ પ્રમાણપત્ર કામગીરી શરૂ, 15 એપ્રિલથી નોંધણી સાથે શરૂ...

Amarnath: યાત્રા માટે ફિટનેસ પ્રમાણપત્ર કામગીરી શરૂ, 15 એપ્રિલથી નોંધણી સાથે શરૂ – INDIA NEWS GUJARAT

Date:

Amarnath: અમરનાથ યાત્રાને લઈને સુરત વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે આગામી દિવસમાં એટલે 29 જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવાનો છે જેને પગલે સુરતની સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી શરૂ કરી દેવાય છે

ચૂંટણીને લીધે યાત્રા 45 દિવસની કરાઈ

અમરનાથ યાત્રાનાં ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સિવિલમાં રોજ 500 ટોકન આપવાની શરૂઆત કરાઈ છે..લોકસભાની ચૂંટણીને લીધે યાત્રા 45 દિવસની કરાઈ છે. 13 વર્ષની નાના, 75 વર્ષથી મોટા, ગર્ભવતી અને હાર્ટ પેશન્ટોને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રોજ 9 થી 12 વચ્ચે સર્ટિ. આપવામાં આવશે આગામી તારીખ 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા શરૂ થશે.

મહત્વની વાત એ છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો અમરનાથની યાત્રાએ જતા હોય છે ત્યારે આજથી ફિટનેસ સર્ટિફિકેટ કામગીરી શરૂ થતાં યાત્રાળુઓની પણ લાઈન જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રખાયો છે. યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, આજે પહેલો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા. જોકે આવતીકાલે રવિવારની રજા છે અને બાદમાં સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ આ કામગીરી ચાલુ રહેશે.

Amarnath: 13 વર્ષની નાના, 75 વર્ષથી મોટા, નહીં અપાશે સર્ટિફિકેટ

13 વર્ષથી નાની વયનાં બાળકો, 75 વર્ષથી મોટી વયના વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવનારા હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે નહીં. લાંબી લાઇન ટાળવા આ વખતે પણ નવી સિવિલમાં ટોકન સિસ્ટમ રખાઈ છે. એક દિવસમાં 500 ટોકન અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વખતે સુરત સહિત દક્ષિણ ગુજરાત માંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે અમરનાથ જતા હોય છે. આ વખતે અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન 15 એપ્રિલને સોમવારથી શરૂ કરવામાં આવી રહ્યું છે, એ જ દિવસથી ચારધામ યાત્રાનું પણ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જોકે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે શ્રદ્ધાળુઓને સરકારની ગાઇડલાઇનનું પાલન ફરજિયાત કરવું પડશે. ચારધામ યાત્રા માટે યાત્રીઓને કોઇપણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી, એવું સ્થાનિક તંત્રનું કહેવું છે.

સર્ટિ. મેળવવા શ્રદ્ધાળુઓએ આ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા

અમરનાથ યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના 4 ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત કોઇપણ એક ફોટો, આઇડી પ્રુફ હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની બે નકલ પણ યાત્રીઓએ લાવવાની રહેશે. અમરનાથ યાત્રા પર જવા ઈચ્છતાં શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં હેલ્થ સર્ટિફિકેટ માટે આવ્યાં છીએ. પહેલીવાર અમરનાથ યાત્રા પર જવાનો અનુભવ કરવાની છું. ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રામાં પર જવા ફિટનેસ માટેના જે નિયમો છે એ સાઈનબોર્ડ તરફથી નક્કી થયા છે, તેનું ફોર્મેટ પણ સાઈન બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે અને તે મુજબ જે જે ચેક કરવાનું હોય છે તે તમામની સુવિધા સિવિલ હોસ્પિટલમાં એક છત નીચે જ કરવામાં આવી છે. આજે સવારથી જ ટોકન આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં 400 ટોકન અપાઈ ગયા છે.

તમે આ પણ વાંચી સકો છો :

Lok Sabha Election 2024: ત્રીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ, 7 મેના રોજ થશે મતદાન

તમે આ પણ વાંચી સકો છો :

Rameshwaram Cafe Blast કેસમાં NIAને મળી મોટી સફળતા, માસ્ટરમાઇન્ડ સહિત બે આરોપીની ધરપકડ

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories