Ahmedabad: અમદાવાદ જીલ્લા વહીવટી તંત્રને આત્મ નિર્ભર કરવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. સરકારી યોજના દ્વારા સરકારી હોસ્પિટલોને સારી રીતે ચલાવવાનો કીમિયો શોધી કાઢ્યો છે..અને તેના આધારે વધારાની ગ્રાન્ટ આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે આખરે કેવી રીતે ગામડાના દવાખાનાને આત્મ નિર્ભર કરવામાં આવશે આવો જોઈએ.
Ahmedabad:આત્મ નિર્ભર કરવા માટે નવો કીમિયો શોધ્યો
અમદાવાદ જીલ્લા પંચાયત દ્વારા હવે CHC અને PCH ને આત્મ નિર્ભર કરવા માટે નવો કીમિયો શોધી કાઢ્યો છે. જેના આધારે હવે આવક CHC અને PHC ને થશે. કેન્દ્ર સરકાર દ્વારા PMJAY યોજના બનાવી છે. CHC અને PHC ખાતે કોઇપણ સારવાર મફત કરવામાં આવતી હતી. પરંતુ હવે કોઈ એવી સારવાર હશે જેને PMJAY યોજના હેઠળ કરવામાં આવશે તેમાંથી જે આવક થશે એ સરકાર નહિ પરંતુ જે તે PHC કે CHC ને જ આપવામાં આવશે અલબત તેમના ખાતામાં જ જમા કરાવવામાં આવશે. જેથી એ આવક થાય તેના આધારે CHC કે PHC નું ડેવલોપમેન્ટ કરી શકાય.
જીલ્લામાં આવેલી તમામ CHC અને PHC ને આદેશ કરવામાં આવ્યો છે કે તમામ દર્દીઓ આવે તેની પાસેથી કાર્ડની વિગત મેળવી તેમાં નોંધ કરાવવી અને ચાર્જ પણ કાર્ડ માંથી વસૂલવો. સરકાર આ યોજના માટે ઈન્સ્યોરન્સ કંપનીને પૈસા ચુકવે છે જેથી તેનો લાભ લેવો. અત્યાર સુધી દર્દીઓ સરકારી હોસ્પીટલમાં આ કાર્ડ લઈને નહોતા આવતા પરંતુ આ કામગીરી હવે ફરજીયાત કરવામાં આવી છે. જેથી જે તે સેન્ટર ને આવક થાય અને જે સેન્ટર ટોપ ૩ માં રહેશે તેને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇનામ રૂપે વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવશે જેથી સેન્ટર માં સુવિધા વધારી શકાય કે કેટલીક દવાઓ સરકાર નથી આપતી તે દર્દીને આ ખર્ચ માંથી લઈને આપી શકાય.
આ પણ વાચોં:- EC sent notice to BJP and Congres: ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને મોકલી નોટિસ, જાણો શું છે મામલો- INDIA NEWS GUJARAT