HomeToday Gujarati NewsWritten Letter To Mayor: ઉંબેરના ઘન કચરા નિકાલ માટેના પ્લાન્ટમાં વિવાદ, શાસકોએ...

Written Letter To Mayor: ઉંબેરના ઘન કચરા નિકાલ માટેના પ્લાન્ટમાં વિવાદ, શાસકોએ ઇજારદારને લાભ આપ્યાની શંકા – INDIA NEWS GUAJRAT

Date:

Written Letter To Mayor: ઉંબેરમાં આવેલી 3,40,469 ચો.મી. જગ્યા પર સુરત માંથી ઉતપન્ન થતા ઘનકચરાના વ્યવસ્થાપન, પ્રોસેસિંગ, ટ્રીટમેન્ટ તથા ડિસ્પોઝલની કામગીરી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર, સેનેટરી લેન્ડફીલ સહિત 3000 મેગાટન દિવસની ક્ષમતાના સેન્ટ્રલાઇઝડ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાની કામગીરી અર્થે કોન્ટ્રાકટરને ફાયદો કરાવ્યો હોવાના આરોપો લાઇ રહ્યા છે.

Written Letter To Mayor: ટેન્ડરીંગ પ્રક્રિયામાં સામે વિપક્ષે પ્રશ્ન ઉભો કર્યો

તા.1/2/2024ના રોજ યોજાયેલ સ્થાયી સમિતિની સભા સમક્ષ મ્યુ.કમિશનર હસ્તકના એન્વાયરમેન્ટ સેલ, ડ્રેનેજ વિભાગની દરખાસ્તને સ્થાયી સમિતિ સહિત પ્રજાને અંધારામાં રાખવા અબજો રૂપિયાના કામને સ્થાયી સમિતિ મારફત વધારાના કામ તરીકે રજૂ કરાવીને લાવીને દરખાસ્ત રજૂ કરાતા વિપક્ષે શંકા વ્યક્ત કરી હતી. આ દરખાસ્તમાં એકમાત્ર ટેન્ડરરને દફરતે કરી રીટેન્ડરીંગ કરવાના સ્થાને તેમને અગાઉના નિયત ભાવો કરતા અંદાજે ડબલ ભાવોથી સિંગલ ટેન્ડરર હોવા છતાં ફાળવણી કરીને નિયમોને કોરાણે મૂકીને ભાવ વધારા પાછળના કોઇપણ કારણો જણાવ્યા વગર અધૂરી દરખાસ્ત મૂકીને પાલિકાને આર્થિક નુકશાનીમાં નાંખીને ઇજારાદારને ફાયદો કરાવવાના હેતુસર સમિતિ સમક્ષ નિર્ણય કરવા રજૂ કર્યો છે.

સ્થાયી સમિતિ દ્વારા યોગ્ય તપાસ અને નિરીક્ષણ અને કાયદાઓનું સદંતર ઉલ્લંઘન થઇ રહેલ હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા મૂકવામાં આવેલ દરખાસ્તને વધારાના કામ તરીકે રજૂ કરીને સ્થાયી સમિતિ દ્વારા વહીવટી તંત્ર સાથે સંયુકતપણે પ્રજાને અંધારામાં રાખીને પાલિકાના હિતોને ઇજારદારના લાભાર્થે કોરાણે મૂક્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ​​​​​​વિપક્ષે કમિશનરને લેખિતમાં કેટલાક પ્રશ્નો ઊભા કરીને ખુલાસા માગ્યા છે. અધૂરી દરખાસ્તથી સ્થાયી સમિતિ મારફત કામની સોંપણીમાં ડબલ ભાવોથી પાલિકાને થનાર નુકશાની બદલ જરૂરી સ્પષ્ટતા અને ખુલાસો વહીવટી તંત્રના વડા તરીકે મ્યુનિસિપલ કમિશનર પાસે મેળવી પાલિકાને થનાર નુકશાનીને અટકાવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ બને નહી તેમજ ભૂતકાળમાં બનેલ આવી ઘટનાઓ અંગે તપાસ હાથ ધરવામાં આવે એવી રજૂઆત કરી.

તમે આ પણ વાંચી શકો છો:

T20 World Cup 2024: રોહિત શર્માને લઈને સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન, કેપ્ટનશિપને લઈને કહી મોટી વાત

તમે આ પણ વાંચી શકો છો:

Vidya Balanના નામનો ઉપયોગ કરીને આ રીતે કરવામાં આવ્યું કૌભાંડ, આખો મામલો જાણીને તમે ચોંકી જશો.

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories