HomeToday Gujarati NewsWorld Earth Day-વિશ્વ પૃથ્વી દિવસનું મહત્વ -India News Gujarat

World Earth Day-વિશ્વ પૃથ્વી દિવસનું મહત્વ -India News Gujarat

Date:

વિશ્વ પૃથ્વી દિવસનું મહત્વ (World Earth Day Significance)-India News Gujarat

1970ની સાલથી દર વર્ષે 22 એપ્રિલે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને જૈવ વિવિધતાના નુકસાન, વધતા પ્રદૂષણ જેવા પર્યાવરણીય મુદ્દાને ઉજાગર કરવા માટે મનાવવામાં આવે છે. આ દિવસે અર્થ ડે ઓર્ગેનાઈઝેશન (પહેલાં અર્થ ડે નેટવર્ક) દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. તેમાં 193 દેશોના 1 અબજથી પણ વધુ લોકો સામેલ છે.

આજના દિવસને આખુ World Earth Day તરીકે ઉજવે છે. સુરત ભલે ફાસ્ટ્ેસ્ટ ગ્રોઇંગ સિટી છે પણ સુરતીઓ દ્વારા કરાતા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન સામે હજી પણ ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. તજજ્ઞોના મતે સુરતમાં રોજનો 91 હજાર ટન કાર્બનડાયોક્સાઇડ સોસવા 4 લાખ વૃક્ષ જોઈએ જેની સામે 3 લાખ આસપાસ વૃક્ષ હોવાથી હજુ 90 હજારની ઘટ છે.–Latest Gujarati News

રોજના 91 હજાર ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન-India News Gujarat

શહેરમાં વાહનો અને ફેક્ટરી, કંપની અને મિલોની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને લીધે શહેરમાં રોજ 91 હજાર ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થાય છે. આ બાબતે ડી. સી. એફ પુનિત નાયરે જણાવ્યું હતું કે સેલ્ફ ડિસિપ્લિન, સામુહિક પ્રયાસથી પર્યાવરણને યોગ્ય રાખી શકીશું.

(World Earth Day 2022 Theme)-India News Gujarat

World Earth Day આ વખતે વિશ્વ પૃથ્વી દિવસની થીમ છે- ‘ઇન્વેસ્ટ ઇન અવર અર્થ’ (Invest in Our Earth) એટલે કે ‘આપણી પૃથ્વીમાં રોકાણ કરો’. તેમાં સાહસિક રીતે કામ કરવું, વ્યાપક રૂપે ઇનોવેશન કરવું અને યોગ્ય રીતે તેને લાગુ કરવાનો સમાવેશ થાય છે. આ પહેલા 2021માં World Earth Dayડેની થીમ ‘રિસ્ટોર અવર અર્થ’ અને 2020ની થીમ ‘ક્લાઈમેટ એક્શન’ હતી.

વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે વૃક્ષારોપણ, કચરો ઉપાડવો, લોકોને સસ્ટેનેબલ લાઇફ (ટકાઉ જીવન) જીવવા માટે પ્રેરિત કરવા જેવા વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ઉપરાંત બાળકોમાં જાગૃત્તિ ફેલાવવા માટે આ દિવસે સ્કૂલો અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો પણ આયોજિત થાય છે.–Latest Gujarati News

તમે આ વાંચી શકો છો: Soaked Dry Fruits : જાણો ક્યા ડ્રાય ફ્રુટ્સને પલાળીને ખાવા જોઈએ અને કયા નહીં

તમે આ વાંચી શકો છો: University paper leak case -14 સભ્યોની તપાસ કમિટી બનાવી તપાસ શરુ કરવામાં આવી

 

SHARE

Related stories

Latest stories