HomeToday Gujarati NewsWater Problems: મહિલાઓ જૂના કુવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર - INDIA...

Water Problems: મહિલાઓ જૂના કુવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર – INDIA NEWS GUJARAT

Date:

Water Problems: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલ કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે. આ ફળિયાની મહિલાઓ દૂર કોતરમાં આવેલ એક વર્ષો જૂના કુવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે. છેવાડાના માનવી સુધી વિકાસની વાતો માત્ર કાગળ પર જોવા મળે છે.

પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર 1 મીની ટાંકી

છોટાઉદેપુર જિલ્લામાં ઘણા એવા ગામડાઓ છે જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું આ કુંડા ગામનું નોલીયાબારી ફળીયુ છે. આ ફળિયામાં 30 જેટલા ઘરો આવેલા છે અને 250 જેટલા વસ્તી ધરાવતું આ ફળીયુ છે. આ ફળિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર 1 મીની ટાંકી બનાવવામાં આવી છે. પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહે છે. ત્યારે ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે.

આ ફળિયાની મહિલાઓ પાણી માટે એક કોતરમાં વર્ષો જૂનો કૂવો આવેલો છે ત્યાં પાણી ભરવા માટે જાઇ છે. આ કુવા પાસે વહેલી સવારથી મહિલાઓને લાઈનમાં ઊભા રહેવું પડે છે. ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે અને પાણી ભરે છે. આ કૂવાનું પાણી ગંદુ પાણી હોય છે પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત છેજ નથી. ડુંગર વિસ્તારમાં લોકો માટે પાણી એક મુસીબત છે. ઢોર ઢાંકર માટે પણ પાણી અહિયાંથી ભરવું પડે છે.

Water Problems: સરકારની વિકાસની વાતો માત્ર કાગળ પર

આ કુંડા ગામના નોલિયાબારી ફળિયાની અંદાજિત 12 કિમી દૂર જ નર્મદા નદી પસાર થાય છે. આ નર્મદા નદીનું પાણી છેક કચ્છ સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે અને નર્મદાના નીરનાં વધામણા કરવામાં આવે છે. પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણીથી વંચિત છે. સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની જે વાત કરે છે,મોટા મોટા વિકાસના દાવાઓ કરે છે, તે અહીંયા પોકળ સાબિત થાય છે. આ ગામમાં લોકો પાણી માટે સરકાર પાસે માંગ કરી છે કે વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે. હવે આ તો સમયજ બતાવશે કે સરકાર આદિવાસીઓને પાણીની સુવિધા કરવામાં રસ દાખવશે કે નહિ.

તમે આ પણ વાંચી સકો છો :

Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે

તમે આ પણ વાંચી સકો છો :

Inspiring Story Of Vrunda : જુઝારુ પિતા-પુત્રીની જોડી બની સેંકડો લોકોનો પ્રેરણા, સ્ત્રોતકદ નાનું પણ આત્મવિશ્વાસ આકાશથી ઊંચો

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories