Visa Fraud: કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટના નામે 36 લાખની ઠગાઈ – INDIA NEWS GUJARAT
Visa Fraud: વાત કરીએ વિદેશ મોકલવાના નામે ઠગાઇ ની, યુકે અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટના નામે 36 લાખથી વધુની ઠગાઈ કરી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હજુ પણ વધુ લોકોના નામ સામે આવે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરતમાં અડાજણ પોલીસે કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણની ધરપકડ કરી છે. ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણએ 24થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હતી. સુરતમાં અડાજણ ઉપરાંત વડોદરામાં પણ કૃપા એજન્સીની ઓફિસ આવેલી હતી. અનેક લોકો આ ચૌહાણબંધુની ઠગાઈનો ભોગ બન્યાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અડાજણ પોલીસે ભાવેશ ચૌહાણની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડમાં વધુ ઘટસ્ફોટ થાય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
પોલીસે કહ્યું કે, વર્ક પરમિટના નામે ઠગાઈ કરાઈ હતી. અગાઉ કલ્પેશની ધરપકડ કરાઈ હતી. જેમાં 6 લાખ લઈને વર્ક પરમિટની બાંયધરી આપી હતી. પરંતુ એવું કર્યું નહોતું. બીજા લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવતાં તપાસ હાથ ધરતા ભાવેશને ઝડપી લેવામાં આવ્યાં છે. આ આરોપીઓ અગાઉ પણ વડોદરામાં ઝડપાયા હતાં. આ લોકો ગરહકોને લલચાવીને પ્રોસીઝરના નામે રૂપિયા પૈસા એકઠા કરતાં હતાં.
તમે આ પણ વાંચી સકો છો :
Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં
તમે આ પણ વાંચી સકો છો :
Education Committee: શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડના વિવિધ કામોને મંજૂરી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.