Vehicle Fire Incident: વલસાડના વાઘલધારા પાસે નેશનલ હાઈવે-48 પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ટેન્કરમાં ભરેલા જ્વલનશીલ પદાર્થને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ઘટનાસ્થળ પરથી એક મૃતદેહ ટેન્કરમાંથી અને બીજો બહારથી મળી આવ્યો છે.
Vehicle Fire Incident: ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ
વલસાડ જિલ્લાના વાઘલધારા પાસે નેશનલ હાઈવે-48 પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ લાગી હતી. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હોવાના પગલે આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ જેના પગલે છેક દૂર દૂર સુધી આગનો ધુમાડો જોવા મળ્યો હતો. આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની 5 ટીમો ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ વાહનવ્યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધો હતો. આગને કારણે નેશનલ હાઇવે પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જોકે, ડુંગરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
હાલ ડેડ બોડી કોની છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ
સમગ્ર ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. એક મૃતદેહ ટેન્કરમાંથી અને બીજો બહારથી મળી આવ્યો છે. બંને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે બોડીનો કબજો લઈને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્વલનશીલ કેમિકલ ભરી હાઇવે પર જતી આવી અનેકો ટેન્કરો જીવતા બોમ્બ સમાન હોય છે અને જ્યારે પણ આવી ટેન્કરોના અકસ્માતો થાય છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે વાહન ચલાવતી વખતે લોકોએ પણ આવી ટેન્કરોનું પૂરતી સાવધાની રાખી ઓવર ટેક સહિતની બાબતો ધ્યાનમાં રાખી કરવી હિતાવહ હોય છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Vidya Balanના નામનો ઉપયોગ કરીને આ રીતે કરવામાં આવ્યું કૌભાંડ, આખો મામલો જાણીને તમે ચોંકી જશો.