HomeGujaratValsad Police Nabbed Paswan Gang Leader: ૧૬ થી વધુ ચોરી, લુંટ ચેન...

Valsad Police Nabbed Paswan Gang Leader: ૧૬ થી વધુ ચોરી, લુંટ ચેન સ્નેચિંગ ના ગુનાઓ નો ભેદ ઉકેલાયો-INDIA NEWS GUJARAT

Date:

વલસાડ પોલીસ ની ૧૦ જેટલી ટીમોએ આરોપીને દબોચવામાં રાત દિવસ એક કર્યા

વલસાડ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં ચેઇન સનેચિંગ ,ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપી સમગ્ર જિલ્લાની પોલીસને દોડતી કરનાર પાસવાન ગેંગ નો લીડર આખરે પોલીસ પાંજરે પુરાયો છે.આ કુખ્યાત  ગેંગનો હજુ લીડર જ લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પાંજરે પુરાયો છે. અને પોલીસે એક જ ઝાટકે 16 થી વધુ  ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.જોકે પોલીસની અત્યાર સુધીની તપાસમાં ગેંગના જે ગુનાહિત કારનાઓમાં બહાર આવી રહ્યા છે.તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ગઈ હતી.ગુનાઓ માં પોલીસ ના હાથે ઝડપાઇ ગયા બાદ પોલીસ જાપ્તામાં થી ફરાર થયાં બાદ સુધરવાને બદેલે આ ગેંગ નો લીડર બમણા વેગે એક પછી એક ગુનાઓ ને અંજામ આપી પોલીસ ને હંફાવી રહ્યો હતો.રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનાઓથી વિવિધ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ ચોરી અને લૂંટ જેવા ગુનાઓ વધી રહ્યા હતા.માત્ર બે મહિનામાં જ પાંચથી વધુ ચેઇન સ્નેચિંગના બનાવો પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી.આથી ભર શિયાળે પોલીસને હમફાવતી આ તસ્કર ગેંગ ને ઝડપવા પોલીસે વિવિધ 10 ટીમો બનાવી પ્રયાસો હાથ ધર્યા હતા.આ માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 150 થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસી અને પોલીસે આખરે ગેંગના શાતીર લીડરને ઝડપી તેને પાંજરે પૂરતા જિલ્લામાં બનેલા 16 થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે.પોલીસની તપાસમાં બહાર આવ્યું કે સમગ્ર જિલ્લાની પોલીસને ફંમફાવતી આ ગેંગ ગુનાઓની દુનિયામાં પાસવાન ગેંગ તરીકે કુખ્યાત ગેંગ હતી અને આ ગેંગ નો મુખ્ય લીડર જૈનમ ઉર્ફે બિલ્લો પાસવાન પોલીસના હાથે લાગી ગયો હતો.તેને ઝડપી પોલીસે તેના પાસે થી સોનાચાંદીના દાગીના,રોકડ રૂપિયા,સહિત કુલ 4 લાખ થી વધુની કિંમત નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.બીલ્લા ની આગવી ઢબે પૂછપરછ કરતા 16 થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.ગુનાઓની દુનિયામાં કુખ્યાત આ પાસવાન ગેંગના લીડર બિલ્લાની પૂછપરછ કરતાં આ ગેંગ નો જે ગુનાહિત ભૂતકાળ બહાર આવ્યો છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ગઈ હતી. કારણ કે બિલ્લો અને તેના અન્ય બે સાગરીતો પર વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી મહારાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પણ એક બે નહીં પરંતુ 50થી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.ચોકાવનારી હકીકત બહાર આવી કે આરોપી અગાઉ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં ઝડપાયા બાદ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો.જોકે ફરાર થયા બાદ સુધરવા ને બદલે આ બિલ્લાએ તેના અન્ય સાગ્રિતો સાથે મળી અને પાસવાન ગેંગ બનાવી અને તેઓએ ગુનાઓની દુનિયામાં તરખાટ મચાવવાની શરૂઆત કરી અને વલસાડ જિલ્લાની પોલીસને હંફાવી દીધી હતી.પોલીસની તપાસમાં થોડા સમય અગાઉ વાપીના ભડકમોરામાં જાહેરમાં જ્વેલરની દુકાનમાં ફાયરિંગ કરી અને લાખો રૂપિયાની સોના ચાંદીના દાગીના ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.આ ગુનાને પણ ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે.આ સાથે જ જિલ્લામાં બનેલા ચેઈન સ્નેચિંગના ગુનાઓ પણ પોલીસે ઉકેલ્યા છે.આ ગેંગ  મોટેભાગે મહિનાના આખરી દિવસોમાં જ ગુનાઓને અંજામ આપતી હતી.જે મોટેભાગે રસ્તે ચાલતી મહિલાઓ અને દુકાનદાર મહિલાઓને જ ટાર્ગેટ કરતા હતા. અને ચેઇન સ્નેચિંગ કરી અને ફરાર થઈ જતા હતા. આ ગેંગ ચોરી કરવા માટે મોંઘા દાટ સ્પોર્ટ્સ બાઈકો અને વાહનો ની ચોરી કરતા હતા અને આ ચોરીના વાહનો દ્વારા જ તેઓ ગુનાઓ ને અંજામ આપતા હતા.પોલીસના હાથે અત્યારે જયનંદ ઉર્ફે બિલ્લો ઝડપાયો છે.તેની સાથે આ ગેંગ દ્વારા ચોરી કર્યા બાદ સોના ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ ખરીદતો ઉમરગામ નો એક જ્વેલર્સ જસીમુદ્દીન શેખ પણ પોલીસના હાથે લાગતા પોલીસે તેની પણ ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.જોકે હજુ પણ આ ગેંગના બે સાગરીતો પ્રભુ સંજય પાસવાન અને રાજુ પાસવાન પોલીસ પકડથી દૂર છે.આથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી તેમને પણ ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે.

SHARE

Related stories

Latest stories