Umesh Patel: રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આથી રાજકીય માહોલ પણ ગરમાયો છે. જોકે અત્યાર સુધી આપ સૌએ ચૂંટણીમાં ઉમેદવારો કે રાજનેતાઓ મતદારો પાસે જઈ અને માત્ર મત જ માગતા હોવાની અપીલ કરતાં જોવા મળ્યા હશે. પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર એક અપક્ષ ઉમેદવાર અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
સંઘ પ્રદેશમાં અપક્ષ ઉમેદવાર બન્યો આકર્ષણનું કેન્દ્ર
સંઘ પ્રદેશ દમણ ખાતે લોકસભા ચુંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી રહેલા આ છે ઉમેશ પટેલ.. જેઓ પોતાને મત આપવા લોકોને અપીલ તો કરી રહ્યા છે પરંતુ સાથે સાથે તેઓ ચુંટણી લડવા માટે ફાળાઓ પણ માંગી રહ્યા છે.. ઉમેશ પટેલ મતની સાથે મતદારો પાસે ચૂંટણી લડવાનો ફાળો પણ માગી રહ્યા છે. અને લોકો પણ હોંશે હોંશે આ અપક્ષ ઉમેદવારને ફંડ પણ આપી રહ્યાં છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો ટેકેદારો અને કાર્યકર્તાઓની ફોજની સાથે પાર્ટીના જાણીતા નેતાઓને સાથે રાખી અને પ્રચાર કરી રહ્યા છે. અને મતદારો પાસે જઈને મત માંગી રહ્યા છે. જોકે વર્ષ 2019 માં દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવેલા દમણ યુથ એક્શન ફોર્સના જાણીતા ફાયર બ્રાન્ડ યુવા અગ્રણી ઉમેશ પટેલ અનોખી રીતે એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
Umesh Patel: એકલા ચુંટણી પ્રચાર કરી બાને મુખ્ય પાર્ટીને હંફાવતા ઉમેદવાર
ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ નથી કે નથી પ્રદેશના અન્ય કોઈ આગેવાનોનો સહકાર. પરંતુ તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા હાથે પ્રદેશના વિવિધ વિસ્તારોમાં નીકળે છે. અને મતદારો પાસે જઈ અને ન માત્ર મત માગે છે. પરંતુ મત માગવાની સાથે તેઓ મતદારોના ચરણ સ્પર્શ કરી અને મતદારો પાસેથી ચૂંટણી લડવા માટે ફંડ પણ માંગે છે. ઉમેશ પટેલ દમણ રાજકારણનું મોટું નામ છે. 2019 ની ચૂંટણીમાં ઉમેશ પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતાં..પરંતુ માત્ર 1 લાખ 37 હજારનું કુલ મતદાન ધરાવતા આ પ્રદેશમાં ઉમેશ પટેલને ગઈ ચૂંટણીમાં 20, હજારથી વધુ મતો મળ્યા હતા. આથી ઉમેશ પટેલે ભાજપ અને કોંગ્રેસ બંનેને હંફાવ્યા હતા. જોકે આ વખતે તેઓએ ચૂંટણી પ્રચારની રણનીતિ બદલી છે. અને એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
આશીર્વાદ સાથે મત અને ચુંટણી લડવા ફંડ માંગતા ઉમેદવાર
એકલા ચલો રે એકલા ચલોના સૂત્ર સાથે ઉમેશ પટેલ સવારથી ચૂંટણી પ્રચારમાં નીકળે છે. હાથમાં ફંડ ફાળો એકત્રિત કરવા માટે ગલ્લો લઈને ઘરથી નીકળી ઉમેશ પટેલ મતદારોને ઘરે ઘરે જઈ અને આશીર્વાદ માંગે છે. અને ત્યારબાદ પોતાના માટે મત માગે છે. અને મતની સાથે ચૂંટણી લડવા મતદારો પાસે ફંડ પણ માંગે છે. મતદારો પણ હોંશે હોંશે ઉમેશ પટેલને ચૂંટણી લડવાનું ફંડ પણ આપી આશીર્વાદ આપી રહ્યા છે આમ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારનો ચૂંટણી પ્રચાર અત્યારે સમગ્ર પ્રદેશની સાથે આસપાસના વિસ્તાર મા પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
રાજકીય પાર્ટીઓની ચૂંટણી પ્રચારના ઝાકમઝોળ વચ્ચે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો એકલા હાથે પ્રચાર ચર્ચાનું કેન્દ્ર બને છે. એકલા જ ચૂંટણી પ્રચાર માટે નીકળી જતા હોવાથી ક્યારેક તેમનો પરિવાર અને તેમની પુત્રી પણ તેમની હિંમત બની અને પ્રચારમાં સાથે જોડાય છે. અને રાજકીય પાર્ટીઓની તાકાતની સામે એકલા હાથે લડી રહેલા ઉમેશ પટેલને તેનો પરિવાર પણ સહકાર આપી રહ્યો છે. અને તેમના પ્રત્યે ગર્વ મહેસુસ કરી રહ્યો છે.
તમે આ પણ વાંચી સકો છો :
Syrup Fraud: આયુર્વેદીક સીરપના નામે કેમિકલ વેચતા 2 ઝડપાયા
તમે આ પણ વાંચી સકો છો :