HomeBusinessTraders Started Taking KYC To Avoid The Rise Of Textiles-ટેક્સટાઈલનાં ઉઠમણાંથી બચવા...

Traders Started Taking KYC To Avoid The Rise Of Textiles-ટેક્સટાઈલનાં ઉઠમણાંથી બચવા વેપારીઓએ KYC લેવાની શરૂઆત-India News Gujarat

Date:

Traders Started Taking KYC -ટેક્સટાઈલનાં ઉઠમણાંથી બચવા વેપારીઓએ KYC લેવાની શરૂઆત-India News Gujarat

Traders Started Taking KYC : કાપડ માર્કેટમાં ઉઠમણાં હવે સામાન્ય બની ગયા છે, ત્યારે વેપારીઓએ ઉઠમણાંથી બચવા માટે નવો કિમિયઓ અજમાવ્યો છે. ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ હવે ઉધાર માલ લેનાર વેપારીનું કેવાયસી કરી રહ્યા છે.

ઉધાર લેનારા પાસે 2 વ્યક્તિની ઓળખ, ઘર-કામધંધાનાં સરનામાં લઈને તપાસ

  • મસમોટા ઉઠમણાંથી બચવા માટે હવે કાપડ વેપારીઓ સાથે સાથે ઉધાર માલ લેનાર વ્યક્તિઓ પાસે 2 વ્યક્તિઓની ઓળખાણ પણ માંગવામાં આવી રહી છે.
  • અત્યાર સુધી મોટી કંપનીઓ કે બેંકો દ્વારા જ આ રીતે કેવાયસી કરવામાં આવી રહ્યું હતું પરંતુ હવે નાની પેઢીઓ દ્વારા પણ સાવચેતી રૂપે કેવાયસી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

વેપારીઓ સાવચેતી માટે આ રીતે લઈ રહ્યા છે કેવાયસી

  • શહેરમાં દિન-પ્રતિ દિન સુરત શહેરમાં ઉઠમણાંની ઘટનાઓ બનતી રહી છે. ત્યારે હવે ટેક્ષટાઈલની નાની પેઢીઓ દ્વારા કેવાયસી કરવામાં આવી રહ્યું છે.
  • જેમાં જે વ્યક્તિ ઉધાર માલ લઈ જાય છે તેમનું ફોર્મ ભર્યા બાદ તેમના ઘરનું એડ્રેસ, કામની જગ્યા તપાસવામાં આવે છે. અને ત્યાર બાદ એવા બે વ્યક્તિઓની ઓળખ માંગવામાં આવે છે જે ઉધાર માલ આપતા વ્યક્તિઓને ઓળખતા હોય.

ટોળકીઓ દ્વારા આયોજન પૂર્વક વેપારીઓ સાથે ચીટિંગ

  • અનેક ચીટર ટોળકીઓ દ્વારા આયોજનપૂર્વક વેપારી સાથે ચીટિંગ કરવામાં આવી રહી છે. પહેલા 2થી 3 ઓર્ડરનું પેમેન્ટ સમયસર આપી દેવામાં આવે છે. ત્યાર બાદ મોટા પ્રમાણમાં માલ લઈને પાર્ટી ઉઠમણું કરે છે.
  • આવી ઘટનાને લઈને શહેરની મોટી કંપનીઓ દ્વારા કેવાયસી કરવામાં આવતું હતું. પરંતુ હવે ઉઠમણાંની ઘટનાઓ વધતા નાની પેઢીઓ દ્વારા પણ કેવાયસી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

વોર્ફ નિટિંગ એસોસિએશનના તમામ સભ્યો કરે છે કેવાયસી

  • શહેરની કાપડ માર્કેટમાં ઉઠમણાને કારણે વોર્ફ નિટિંગ એસોસિએશન દ્વારા તેમના મેમ્બરોને જાગ્રૃત કરવામાં આવ્યા છે.
  • છેલ્લાં થોડાં સમયથી વોર્ફ નિટિંગ એસોસિએશન સાથે જોડાયેલા મેમ્બરો દ્વારા ઉધાર માલ લેનાર પાર્ટીનું કેવાયસી કર્યા બાદ જ માલ આપવામાં આવે છે.

ગમે તેટલી જાણીતી વ્યક્તિ હોય તો પણ KYC

  • શહેરમાં રોજે રોજ ઉઠમણાંની અનેક ઘટના બની રહી છે, ત્યારે હવે ઉધાર માલ આપતાં પહેલાં કેવાયસી કરવાનું ચલણ વધી રહ્યું છે.
  • શહેરના ગમે તેટલાં જાણીતા વ્યક્તિ હોય તેમનું કેવાયસી હવે વેપારીઓ કરી રહ્યાં છે. વેપારીઓ ચીટિંગથી બચવા માટે આ રીતે કેવાયસી કરી રહ્યાં છે.
SHARE

Related stories

Latest stories